આ સચોટ ઉપાય માટે નજીવો ખર્ચ કરીને તમે બની શકો છો ધનવાન

આ સચોટ ઉપાય માટે નજીવો ખર્ચ કરીને તમે બની શકો છો ધનવાન

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ હોય છે. કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. આપણે ત્યાં પણ ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં લક્ષ્મીજીની પધરામણી થાય છે. વારાણસીમાં પણ એક મંદિર છે, જ્યાં કોડીની પૂજા થાય છે. આ કોડી તો સાવ સામાન્ય અને ઓછી કિંમતની હોય છે પરંતુ તેના દ્વારા કરવામાં આવતાં કેટલાક ટુચકાઓ તેને ખાસ અને ચમત્કારી બનાવે છે. કયા કયા છે આ ટુચકાઓ આજે તમે પણ જાણી જશો.

આર્થિક સ્થિતી: કોઈપણ દિવસના શુભ ચોઘડિયામાં 11 કોડીને પીળા વસ્ત્રમાં બાંધી અને તિજોરીમાં રાખી દેવી. આ ઉપાય ઘરમાં આર્થિક સ્થિરતા લાવે છે.

બીમારી દૂર કરવા: ઘરની કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો રોગ કોઈપણ માસના પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7કોડી બાંધી દો. આ કપડા પર અત્તર લગાવી અને બીમાર વ્યક્તિ પરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં પધરાવી દો.

નોકરી: સારી નોકરીની મેળવવાના પ્રયાસો કરી રહ્યા હોય અને તેમાં સફળતા હાથ ન લાગતી હોય તો આ ઉપાય કરી જુઓ, નોકરીના ઈન્ટરવ્યુ પર જતી વખતે 5 કોડી ઉપર હળદર લગાવી તેને પોતાની પરથી 7 વાર ઉતારી અને કોઈ જરૂરીયાતમંદને દક્ષિણા આપી આ કોડી પણ આપી દો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *