ભગવાનને શા માટે સ્ત્રીને ગણાવી પોતાની અદ્ભુત રચના? જાણો રસપ્રદ કથા

ભગવાનને શા માટે સ્ત્રીને ગણાવી પોતાની અદ્ભુત રચના? જાણો રસપ્રદ કથા

નારીને શક્તિનું સ્વરૂપ કહેવાય છે. ભગવાન પછી એકમાત્ર સ્ત્રી જ છે જે જીવનને જન્મ આપી શકે છે. જ્યાં નારીનું માન નથી જળવાતું ત્યાં ભગવાન પણ વાસ નથી કરતાં. ત્યારે આજે જાણીએ નારીને ઉત્પત્તિ અને તેના મહત્વની કથા વિશે. સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાનને એકમાત્ર સ્ત્રીની રચના કરવામાં સૌથી વધારે સમય લાગ્યો હતો. સ્ત્રીની રચનાના શરૂ થયાના છઠ્ઠા દિવસે પણ આ કાર્ય પૂર્ણ ન થતાં દેવદૂતને પણ આશ્ચર્ય થયું અને તેમણે ભગવાનને પુછ્યું કે, આ રચનામાં કેમ વધારે સમય થઈ રહ્યો છે? આ વાતનો જવાબ આપતાં ભગવાને દેવદૂત સમક્ષ સ્ત્રીના ગુણધર્મોનું વર્ણન કર્યુ.

સ્ત્રી મારી એવી રચના છે જે દરેક પ્રકારની પરિસ્થિતીઓને સંભાળી શકે છે, પોતાના બાળકોને એકસરખું હેત આપી ઉછેરી શકે છે, તેના બાળકોને ખુશ રાખી શકે છે. સ્ત્રી તેના પ્રેમથી શારીરિક ઘાથી લઈ મન પર થયેલા ઘાને પણ મટાડી શકે છે. પોતે અશક્ત હોવા છતાં પણ તે પોતાના પરિવારનું લાલન-પાલન કરી શકે છે. આ બધું જ તેના બે હાથથી કરી શકે છે.

આ વાત સાંભળી દેવદૂત આશ્ચર્યમાં પડી ગયો અને તે સ્ત્રીની અધુરી રચના પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. તેણે ભગવાનને કહ્યું કે, “આ તો અત્યંત નાજૂક છે તે કેવી રીતે બધું જ કરી શકશે?” ત્યારે ભગવાને ઉમેર્યું કે, સ્ત્રી નાજૂક છે પણ મનથી તે મજબૂત છે. તેનામાં પરિસ્થિતી અનુસાર તેની સામે લડવાની શક્તિ રહેલી છે. તે કોમળ હૃદયી છે પણ તે નબળી નથી. દેવદૂતને ફરી પ્રશ્ન થયો કે, સ્ત્રી વિચારી પણ શકશે? ત્યારે ભગવાને જણાવ્યું કે, તે સમજી વિચારીને પરિસ્થિતી સામે લડી શકશે. આ સમયે દેવદૂતે સ્ત્રીના ગાલ અડ્યાં અને ભગવાનને પ્રશ્ન કર્યો કે, તેના ગાલ ભીના કેમ છે? ભગવાને શાંત ચિત્તે જવાબ આપ્યો કે, આ અશ્રુ છે જે સ્ત્રી માટે એકલતા દૂર કરવાની, ફરિયાદ કરવાની અને પ્રેમ દર્શાવાની રીત છે.

અંતમાં ભગવાને કહ્યું કે, સ્ત્રી મારી અદ્ભુત રચના છે, તે પુરુષોની પણ તાકાત બનશે અને તેને આગળ વધવા પ્રોત્સાહન આપશે. તે અન્યને ખુશ જોઈને ખુશ થશે અને પ્રેમ આપવામાં કોઈ શરત નહીં રાખે. તે દરેક સ્થિતીને અનુકૂળ થઈને પણ હસી શકશે. તેનામાં માત્ર એક જ ખામી છે કે તે પોતે જ પોતાના મહત્વને ભુલી જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *