વગર મહેનતે આ રીતે ખાઈ-પીને, ફટાફટ ઉતારી દો વધેલું વજન, ખાલી ખાવ આ-આ વસ્તુઓ

0
322

મોટાભાગના લોકો દિવસ દરમિયાન વજન ઓછું કરવાના પ્રયાસો કરીને થાકી જાય છે. દિવસે ખાલી મમરા, ખાખરા ખાઈએ, ઉપવાસ કરીએ તો પણ વજન ઓછું થવાનું નામ નથી લેતું. વજન ઓછું કરવા માટે હોંશિયારીપૂર્વકનું ભોજનનું પ્લાનિંગ કરવું પડે છે. વધુ પડતાં ભૂખ્યા રહીએ તો વજન વધી જવાનું ચાલુ થઈ જાય છે. તો વજન ઓછું કરવા માટેના આસાન ખોરાકની ચર્ચા કરીએ

દહીં

જ્યારે રોજબરોજ ભોજનમાં મલાઈ વિના ના દૂધમાંથી બનાવવામાં આવેલ દહીં ભેગુ કરીએ ત્યારે શરીરને ખૂબ જ ફાયદો થાય છે. તેમાં શાકભાજી ઉમેરીને રાયતા જેવું કરીને સાદી રોટલી સાથે પણ સેવન કરી શકાય છે. દહીં તથા ભાત મિશ્ર કરીને ખઇ લો તો પણ ટેસ્ટી ભોજન થઈ જાય છે. વળી, પેશન્ટ માં આવેલું કેલ્શિયમ વજન ઓછું કરવામાં સહાયક થાય છે. કેલ્શિયમ થી ભરપુર ખોરાક નાના આંતરડામાં ફેટનું એબ્સોર્બેશન ઓછું કરે છે.

ડ્રાયફ્રૂટ

ડ્રાયફ્રૂટમાં ‘ફેટ’ પુષ્કળ પ્રમાણમાં હોય છે, પણ તેમાં આવેલી ‘ફેટ’ કેટલીક માત્રામાં લેવામાં આવે તો શરીરને જોરદાર ફાયદો થાય છે. આ સિવાય ડ્રાયફ્રૂટ એટલે કે બદામ, પિસ્તાં, અખરોટ માપસર લેવાથી તેમાં આવેલાં પ્રોટીન અને ફાઇબર્સ વારંવાર લાગતી ભૂખથી દૂર રાખે છે. બપોરના સમયે જ્યારે ભૂખ લાગતાં તળેલા નાસ્તાના ડબ્બા ખોલવાની જગ્યાએ થોડા ડ્રાયફ્રૂટ જેવી રીતે 3થી 4 બદામ, 2-3 અખરોટ, 5-6 પિસ્તાં ખાઈ લેવાથી ખોટી ભૂખ લાગતી નથી અને વજન ઉતારવામાં ફાયદો થાય છે.

પપૈયું

દિવસ દરમિયાન બધા જ ખોરાક પહેલાં પપૈયું ખાઈ શકાય છે. આ સિવાય વચ્ચે પણ ભૂખ લાગે ત્યારે બીજી બધું ખાવાની જગ્યાએ પપૈયું ખાવાનો પ્રયાસ કરો. જેનાથી વાળ અને સ્કિન પણ સારાં થાય છે.

આખું અનાજ

ઝીણાં દળેલાં અનાજ કરતાં આખા અનાજમાં વધુ ફાઇબર્સ હોય છે. જેનું સેવન કરવાથી વારંવાર ભૂખ લાગતી નથી. આ સિવાય ઝીણાં દળેલાં અનાજ વધુ પડતાં લેવાથી કોલેસ્ટ્રોલનો વધી જાય છે અને તેના લીધે વજન પણ વધી જાય છે. જાડાં અનાજ એટલે કે જાડા દળેલા ઘઉં, જવ, બ્રાઉન રાઇસ વગેરે સિવાય ૧૦૦% ઘઉંના લોટમાંથી બનેલા પાસ્તા તથા બ્રેડનું સેવન કરવાથી વજન સંભાવના વધી જાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here