વારંવાર મોઢામાં પડી જાય છે ચાંદા??, તો આ ઘરેલું ઉપાયથી મેળવો કાયમી છૂટકારો

0
473

મોઢાની અંદર ચાંદા પડવાની તકલીફ તો આજકાલ સામાન્ય બની ગઈ છે. મોઢામાં ચાંદા પડવાને લીધે તે જગ્યાએ કંઇ પણ જમવાનું કે પાણી પણ જાય તો ખૂબ બળતરા થાય છે. તેના માટે ઘરેલુ ઉપચાર તો આપણે ઘણા વર્ષોથી વાપરતાં આવ્યા છીએ તો ચાલો જાણીએ તેના ઉપાયો વિશે વિગતવાર….

  • 1. સવારે વહેલા ઉઠતાની સાથે અમુક પ્રમાણમાં તુલસીના પાન પાણી જોડે ચાવીને સેવન કરવું જોઈએ. તુલસી એ જીવાણુનાશક અને કિટાણુંનાશક માનવમાં આવે છે. જેના કારણે મોઢામાં રહેલા બેકટેરિયાથી મદદ મળી શકે છે.
  • 2. દિવસમાં બે વખત ટામેટાનો જ્યુસ કાઢીને પીવો અથવા તેના રસથી કોગળા કરો.
  • 3. 1 કપ મેથીને પાણીમાં ઉમેરો, ત્યારબાદ તેને ગરમ કરો. જ્યારે આ મિશ્રણ ઠંડુ પડે એટલે. તેને ગાળી તે પાણીથી કોગળા કરવાં

  • 4. કુંવારપાઠાના પાનના રસને દિવસ દરમિયાન બે વખત મોઢામાં રહેલા ચાંદા પર લગાવો કે તેને ખાઈ પણ શકાય.
  • 5. કપૂરમાં ખાંડ ભેગી કરીને જાડી પેસ્ટ તૈયાર કરો અને તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.
  • 6. આમળાનું મિશ્રણ ચાંદા પર લગાવવું જોઈએ. દિવસમાં બે વાર આ ઉપચાર કરવો જોઈએ.
  • 7. 1 કપ પાણીમાં 2 મોટી ચમચી મીઠું ઉમેરો. આ પાણીથી 1 મિનિટ સુધી કોગળા કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here