વાળને ધોતા પહેલા માથામાં લગાવો બટાકાનો રસ, જડમૂળમાંથી દૂર થઇ જશે વાળની આ સમસ્યા

0
506

જો તમારા વાળ પોષણક્ષમ અને ચમકદાર માનવમાં આવે છે તો તમે સુંદર દેખાવવા લાગો છો. પરંતુ આ ભાગદોડ યુક્ત અને પ્રદૂષણ ધરાવતા વાતાવરણમાં વાળને લગતી વિવિધ તકલીફો થવી સામાન્ય છે. જેમા ખોડો, વાળ ખરવા જેવી તકલીફો સામેલ છે. જેના માટે તમારે તમારી લાઇફસ્ટાઇલમાં વિવિધ બદલાવ કરવા જોઇએ, પુષ્કળ પાણીનું સેવન કરવાની સાથે પોષ્ટિક આહાર લેવો પણ આવશ્યક છે. ઘણી વખત બજારમાં મળી આવતા શેમ્પુ પણ તમારા વાળ માટે નુકસાનનું કારણ બની શકે છે તો તમે ઘરઘથ્થુ ઉપચાર અજમાવી શકો છો. જેના લીધે સ્કેલ્પનું પીએચ લેવલને બનાવી રાખવા માટે બટેટાના રસનો ઉપયોગ કરી શકો છો.

બટેટા તમારી ખોડાની તકલીફને દૂર કરે છે અને વાળને પોષિત રાખી શકે છે. જેનાથી ફંગલ સંબંધી તકલીફો વાળથી દૂર રહે છે. બટેટા અલગ વિટામિન અને ખનીજોમાં સમૃદ્ધ છે જે તમારા વાળને ચમકદાર તથા સ્વસ્થ બનાવવા માટે આવશ્યક માનવામાં આવે છે. દરરોજ બટેટાના રસનું સેવન કરવામાં આવે તો કોલેજન વધે છે જે વાળને ઉચિત વિકાસ માટે આવશ્યક છે.

બટેટાનો રસ હેર ફોલિકલના વિકાસને ઉત્તમ બનાવવામાં સહાય કરે છે. તે વાળને પાતળું થવાથી રોકે છે અને શાકમાં હાજર સ્ટાર્ચ હેર ફોલિકલના પોષણને સુનિશ્ચિત કરે છે બટેટામાં રહેલા યૌગિક વાળને ખરતા રોકે છે. દરરોજ બટેટાના રસનો વાળમાં ઉપયોગ કરવાથી કરવાથી વાળ સબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

  •  એક મધ્યમ સાઇઝનું બટાકુ લો અને તેને સરળ પાણીથી પહેલા ધોઇ નાખો.
  • ત્યારબાદ બટેટાને પહેલા પીસી લો અને તેને એક નરમ કપડાનો ઉપયોગ કરીને તેનો રસ નીચોવી લો.
  • હવે એક બાઉલમાં રસ ભેગો કરો અને સુતરાઉ કાપડના ઉપયોગથી વાળની લંબાઇના હિસાબથી મૂળથી ઉપર સુધી લગાવો.
  • લગાવ્યા ના 20 મિનિટ પછી તેને પાણીથી સરખી રીતે ધોઇ લો.
  • તે પછી વાળને માઇલ્ડ શેમ્પુથી ધોઇ નાખો. આ ઉપચાર સપ્તાહમાં બે વખત કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here