દુબઈ ના ક્રાઉન પ્રિન્સની લક્ઝરી કાર પર પક્ષીએ મુક્યા ઈંડા, અને પછી જે થયું તે….

0
382

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમની મોંઘી કાર પર જ્યારે કોઈ પક્ષીએ ઇંડા મૂકી દીધા ત્યારે તેણે એવું કામ કર્યું કે વિશ્વના પક્ષી પ્રેમીઓ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

હકીકતમાં પક્ષીએ તેની કાર પર માળો બાંધ્યો છે, તે વાતની જાણ થતાં જ પ્રિન્સે તેણે તેની મર્સિડીઝ એસયુવીનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું અને કારને ત્યાં જ ઉભી કરી દીધી. એટલું જ નહીં, તેઓએ આ માળાની સંભાળ પણ લીધી.

તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલ વિડિઓમાં, ક્રાઉન પ્રિંસે પક્ષી અને તેના બાળકોને ત્યાં માળો કેવી રીતે મૂક્યો અને ઇંડા આપવાનું બતાવ્યું. તેમણે કેપ્શન લખ્યું હતું કે, ‘કેટલીકવાર જીવનમાં નાની નાની બાબતો પર્યાપ્ત કરતાં વધારે હોય છે.’

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પક્ષીઓનાં નાના બચ્ચાંઓ ઇંડામાંથી બહાર નીકળી જાય છે અને તેની માતા સાથે રમવાનું શરૂ કરે છે. થોડા સમય પછી માતા બાળકોને ખવડાવવાનું શરૂ કરે છે.

લોકો ક્રાઉન પ્રિન્સની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તમે ખરેખર રાજકુમાર છો. તમને પક્ષીઓ પ્રત્યે ઘણો પ્રેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Fazza (@faz3) on

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here