મોટાભાગના બધા જ હિંદુ ઘરના આંગણે તુલસી નો છોડ જોવા મળે છે. શાસ્ત્રોમાં તુલસીને દેવી નું રૂપ માનવામાં આવે છે અને મોટાભાગના બધા જ ઘરો માં તુલસી માતાની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ઘર માં તુલસીના છોડનો ઉછેર કરી અને તેની પૂજા કરવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી છે. ઘર આંગણે તુલસી નો છોડ હોય તો ઘર માં રહેલી નેગેટિવ શકિત કાયમ માટે દુર થઈ જાય છે. આજે અમે આ લેખમાં તમને તુલસીના છોડ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિષે જણાવીશું. આ બાબતો નું ધ્યાન રાખવાથી તમે ઘણા ખરાબ પરિણામો થી રાહત મેળવી શકો છો. તુલસી સુકાય જાય તો શું કરવું એ વિષે આજે અમે તમને જણાવીશું.
તુલસી વિષે એવું માનવામાં આવે છે કે ભગવાન ભોળાનાથને કોઈ દિવસ તુલસી ન અર્પણ કરવી જોઈએ. ભગવાન ભોળાનાથને શંખચુંડ નો વધ કર્યો હતો. આના લીધે ક્રોધે ભરાઈ અને તુલસી એ પ્રણ લીધું હતું કે તેનો ઉપયોગ કોઈદિવસ શિવની પૂજા અર્ચના માં ન કરવામાં આવે તથા એવું પણ કહેવામાં આવે છે કે એકાદસી, રવિવાર તથા સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ ના દિવસે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ.
શાસ્ત્રો માં એવું પણ કહેવામાં આવ્યું છે કે દરરોજ નિત્ત્યુક્રમે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ. આવું કરવા માટે દરરોજ તુલસી ના છોડ સામે દીવો કરવો જોઈએ. શાસ્ત્રો માં તુલસી ને ખુબ જ પવિત્ર માતા માનવામાં આવે છે. જે તુલસી નો ઉપયોગ એક વાર પૂજા માં થઇ ગયો હોય. તે તુલસી ને પણ પાણીથી સાફ કર્યા બાદ બીજા દિવસે પૂજા માં ઉપયોગ કરી શકાય છે. તુલસીને ખુબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે.
જો તુલસી નો છોડ સુકાઈ જાય તો તેને ઘરમાં કોઈ દિવસ ન રાખવો જોઈએ. તેને તરત જ નદી કે તળાવ માં પધરાવી દેવો જોઈએ. આવું કરવાથી નુકસાન થતું નથી. જો સુકાયેલી તુલસી ને ઘર આંગણે રાખવામાં આવે છે તો શાસ્ત્રો પ્રમાણે તે શુભ સંકેત માનવામાં આવતો નથી. ઘર માં સુકાઈ ગયેલી તુલસી રાખવાથી ઘર માં નેગેટિવ ઉર્જા નો વાસ થાય છે.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google