ટીવી પર કૃષ્ણ બનીને લોકોના દિલ પર કરતા હતા રાજ, જાણો હવે ક્યાં છે આ સ્ટાર્સ ?, અને શું કરે છે

0
482

થોડા દિવસો પહેલા દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના શુભેચ્છાઓનું આદાન પ્રદાન સોશિયલ મીડિયા પર ચારેબાજુ થયું હતું અને લોકોએ તેમના બાળકોને કૃષ્ણ બનાવીને તેમના ફોટો પણ શેર કર્યા હતા. ભારતના હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીને સૌથી વિશેષ તહેવાર માનવામાં આવે છે. આપણે કૃષ્ણ કન્હૈયાની બાળ લીલાઓને ફિલ્મો અને ટીવીમાં નિહાળી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ટીવી સિરીયલમાં કૃષ્ણના પાત્રને જુવે છે ત્યારે તે પાત્રને જ વાસ્તવિક જીવનમાં કૃષ્ણ સમજીને તેમની પૂજા કરવા લાગે છે.

આ અભિનેતાઓએ ટીવી પર કૃષ્ણ બનીને લોકોના દિલ પર રાજ કર્યું હતું

ટીવી પર ભલે કૃષ્ણ ભગવાન સાથે સંકળાયેલા ઘણી બધી સિરિયલો આવી હોય પરંતુ 90 ના દાયકામાં, રામાનંદ સાગર દ્વારા રજૂ કરેલી સીરિયલમાં કૃષ્ણનું પાત્ર નીભવનારને વાસ્તવિક જીવનમાં પણ કૃષ્ણ સમજી બેઠા હતા. તેથી આજે પણ જ્યારે તે બહાર જાય છે ત્યારે લોકો તેને કૃષ્ણના નામથી બોલાવે છે. આ ત્રણેય પાત્રો કૃષ્ણના પાત્રમાં ખૂબ જ લોકપ્રિય હતા.

1. નીતીશ ભારદ્વાજ

બોમ્બે વેટરનરી કોલેજમાંથી એનિમલ ડોક્ટરની ડિગ્રી લીધેલા નીતીશે શ્રી કૃષ્ણનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. બાદમાં તે ઘણી મરાઠી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તે મહાભારત સિરીયલમાં શ્રી કૃષ્ણની ભૂમિકામાં હતા. મહાભારત પછી, નીતિશે વર્ષ 1996 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જમશેદપુરથી ઈન્દર નામધારીને હરાવીને સાંસદ બન્યા. પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી, અને ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં.

2. સ્વપ્નીલ જોશી

ટીવીના લોકપ્રિય અભિનેતા સ્વપ્નીલ જોશીએ શ્રી કૃષ્ણના બાળપણનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. આ સિવાય તેણે રામાયણમાં લવનું પાત્ર પણ ઉત્તમ રીતે ભજવ્યું હતું. 15 વર્ષની ઉંમરે, તેણે લવનું પાત્ર ભજવ્યું હતું અને ત્યારથી તે ટીવીમાં કામ કરે છે. વર્ષ 2007 માં તેણે કોમેડી સિરિયલમાં કરવાનું શરૂ કર્યું અને ઘણાં શો પણ કર્યા. ત્યારબાદ વર્ષ 2017 માં, પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ તેમને મરાઠી ફિલ્મમાં સાઇન કર્યા અને આજકાલ તે મરાઠી ફિલ્મો કરવામાં વ્યસ્ત છે.

3. સર્વદામન બેનર્જી

રામાનંદ સાગરના સૌથી પ્રખ્યાત કૃષ્ણ જીની ભૂમિકા સુરદામન બેનર્જીએ ભજવી હતી. તે દરેક ઘરમાં પ્રખ્યાત બન્યા હતા, તેમણે ઘણી ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકારની સિરીયલો અને થિયેટરમાં કામ કર્યું છે. આજકાલ, તેઓ ઋષિકેશમાં એક મેડીટેશન કેન્દ્ર ચલાવે છે, જ્યાં દેશ-વિદેશથી લોકો યોગ અને ધ્યાનનો લાભ લેવા આવે છે. આ ઉપરાંત, તેઓ પંકર નામની એક એનજીઓ પણ છે, જે તે પોતે જ સંભાળે છે, જેમાં લગભગ 200 બાળકો અભ્યાસ કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here