આવી રીતે થાય છે નક્કી કે બીજા જન્મમાં કઈ યોનિમાં થશે જન્મ

આવી રીતે થાય છે નક્કી કે બીજા જન્મમાં કઈ યોનિમાં થશે જન્મ

જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે, પછી તે પશુ હોય, પક્ષી હોય કે પછી માનવી તેનો જીવ જ્યારે એક યોનિમાંથી મુક્ત થાય છે એટલે તેનો જન્મ ફરી થાય છે. આમ દરેક જીવનું જીવન અને મૃત્યુનું ચક્ર ચાલતું રહે છે. પરંતુ એક પ્રશ્ન તમને પણ થતો હશે કે એક જીવનમાંથી મુક્ત થયા પછી બીજા જન્મમાં અવતાર મળે છે. પરંતુ એ કેવી રીતે નક્કી થાય છે કે બીજો જન્મ કયા અવતારમાં મળશે. હિંદૂ શાસ્ત્રોમાં આ પ્રશ્નનો જવાબ મળે છે. એક જન્મમાં માણસ કેવા કર્મ કરે છે તેના પરથી જ તેનો બીજો જન્મ નક્કી થાય છે.

આપણી આત્માની આગળની યાત્રા એવી હોય છે કે સાત્વિક ગુણવાળા લોકો ઉપરની તરફ જાય છે અને રજો ગુણવાળા મનુષ્યત્વની તરફ જ રહે છે. જેઓ તમો ગુણ પ્રધાન હોય છે તેઓ નિમ્ન સ્તરીય યોનિઓમાં ભ્રમણ કરે છે. માનવામાં આવે છે કે જે લોકો પરોપકારી સ્વભાવના હોય છે, સદગુણોથી સમ્પન્ન હોય છે, અન્યની મદદ કરતાં હોય તેઓ તેના બીજા જન્મમાં સમાજસેવી, સભ્ય, સુસંસ્કૃત અને દયાળુ પરિવારમાં જન્મ લે છે.

જે વ્યક્તિમાં ધનની લાલચ ન હોય અને તેનું વલણ ઉદારવાદી હોય તો તે ધનનો ઉપયોગ સારા કામોમાં જ કરે છે. આવા વ્યક્તિને તેના બીજા જન્મમાં આકસ્મિક ધનલાભ થાય છે. તેની આર્થિક સ્થિતી સારી રહે છે. આવી જ રીતે વ્યક્તિ જો બુદ્ધિમાન હોય, વિદ્યા દાન કરતો હોય તો તે તેના બીજા જન્મમાં તીવ્ર બુદ્ધિવાળો અને વિદ્યાવાન બને છે અને જે અન્ય કોઈની મદદ નથી કરતાં તે મતિમંદ જન્મે છે.

જો કોઈ વ્યક્તિ આળસુ સ્વભાવની હોય તો તેને બીજો જન્મ અજગરનો મળે છે. આવી જ રીતે વિષય-વાસનામાં ડૂબેલો વ્યક્તિ તેના બીજા જન્મમાં મંદબુદ્ધિ રહે છે. તેના કારણે તે પોતાની યોગ્યતાનો પણ ઉપયોગ કરી શકતો નથી. તદ ઉપરાંત માણસ તેના અંતિમ સમયે કેવું ચિંતન કરે છે તેની અસર પણ તેના બીજા જન્મ પર પડે છે. માણસના મુખમાં અંત સમયે શું ચાલતું હોય તેનો આધાર તેના સંસ્કાર પર રહેલો છે. મૃત્યુ સમયે જેવી મતિ હોય છે માણસની તેવી જ તેની ગતિ રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *