આ 5 કર્મ છે મહાપાપ, કરનારને નર્કમાં પણ નથી મળતું સ્થાન

આ 5 કર્મ છે મહાપાપ, કરનારને નર્કમાં પણ નથી મળતું સ્થાન

પ્રકૃતિના નિયમાનુસાર આ માનવ શરીર આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે. જેને કર્મયોગ, જ્ઞાનયોગ અથવા ભક્તિયોગમાંથી કોઈ એક વિધિથી પામી શકાય છે. આ કાર્ય યોગીઓ માટે મુશ્કેલ નથી. કારણ કે તેઓ પાપ અને પુણ્યથી પરે હોય છે. પરંતુ જે લોકો ઈંન્દ્રિયતૃપ્તિમાં વ્યસ્ત હોય તેમને ખાસ શુદ્ધિકરણની જરૂર પડે છે.

ભવિષ્ય પુરાણ અનુસાર પૃથ્વી પર જન્મ લેનાર દરેક પ્રાણીએ તન, મન અને વચનથી કરેલા ખરાબ કાર્યોનું ફળ ભોગવવું જ પડે છે. તેમાં પણ કેટલાક કામોને મહાપાપ માનવામાં આવે છે. જેને કરનારને નર્કમાં પણ સજા ભોગવવી પડે છે. આ પાપ કર્મો નીચે દર્શાવ્યા મુજબ છે, જેનાથી દરેક વ્યક્તિએ બચીને રહેવું જોઈએ.

  • જે માણસ બીજાની વસ્તુઓ લઈ લેવાનો કે ચોરી કરવાનો પ્રયાસ કરે છે તે મહાપાપી માનવામાં આવે છે. આવું કામ કરનારના પુણ્યફળનો પણ નાશ થઈ જાય છે. ચોરી કરીને મેળવેલી વસ્તુઓના કારણે ભયંકર નુકસાન ભોગવવું પડે છે.
  • ગુરુ માણસને જ્ઞાન આપે છે તેથી તેમને પિતા સમાન અને તેમની પત્નીને માતા સમાન માનવી જોઈએ. ગુરુપત્ની પર ખરાબ નજર કરનારને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. જો કોઈ ગુરુ પત્ની સાથે શારીરિક સંબંધ રાખે તો તે પાપનું પ્રાયશ્ચિત કોઈપણ રીતે શક્ય નથી.
  • કોઈને હત્યાને પણ મહાપાપ ગણવામાં આવે છે. આવું કામ કરવારને જીવનભર દુ:ખ ભોગવવું પડે છે. હત્યા કરનારને મદદ કરનારને પણ આ પાપનું ફળ ભોગવવું પડે છે.
  • નશીલા પદાર્થો અને દારુંનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. આવા લોકો પણ નર્કમાં સજા ભોગવે છે.
  • ઘરમાં કામ કરતાં નોકર સાથે ખરાબ વ્યવહાર કરનાર, પશુ-પક્ષી અને બ્રાહ્મણની હત્યા પણ મહાપાપની શ્રેણીમાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *