મહાલક્ષ્મીનું સ્વરૂપ એવું એકાંક્ષી નાળિયેર આ રીતે દૂર કરી દેશે આર્થિક સંકટ

મહાલક્ષ્મીનું સ્વરૂપ એવું એકાંક્ષી નાળિયેર આ રીતે દૂર કરી દેશે આર્થિક સંકટ

જેની પાસે લક્ષ્મીનો અભાવ હોય છે તેને લાગે છે કે લક્ષ્મીની પ્રાપ્તિ દુર્લભ હોય છે. પરંતુ તેવું નથી, જો લક્ષ્મીજીને રીજવવાનો યોગ્ય રસ્તો તમને ખબર હશે તો લક્ષ્મીજીની કૃપા મેળવવી ખૂબ જ સરળ છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે શ્રીયંત્ર, એકમુખી રુદ્રાક્ષ, એકાક્ષી નારિયેર, શંખ વગેરે જેવી વસ્તુઓ ખાસ માનવામાં આવે છે. તેમાં પણ એકાક્ષી નારિયેળનું વિશેષ મહત્વ ધરાવે છે. આ નાળિયેરને લક્ષ્મીજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ એકાક્ષી નારિયેળ ઘરમાં રાખીને તેનું પૂજન કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે. તો આજે જાણી લો તેના વિશે અને જો એકાક્ષી નારિયેળ તમને મળે તો તેને મંદિરમાં સ્થાન આપી પૂજા અવશ્ય કરજો.

  • સ્થાયી સંપત્તિ, ઐશ્વર્ય અને પારિવારિક શાંતિ મળે છે.
  • ગર્ભવતી સ્ત્રીને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
  • જે ઘરમાં એકાક્ષી નારિયેળની રોજ પૂજા થાય છે તે ઘરમાં વાસ્તુદોષ દૂર થઈ જાય છે.
  • અમાસ કે પૂર્ણિમાના દિવસે એકાક્ષી નારિયેળને પાણીમાં ડુબાડીને અગિયાર વાર મંત્રજાપ કરીને હવન કરવો, ત્યારબાદ પાણીને ઘરમાં છાંટવું. આમ કરવાથી ભૂતપ્રેતોનો ઉપદ્રવ સમાપ્ત થઈ જાય છે.
  • કોર્ટકેસમાં લાભ ન થઈ રહ્યો હોય તો મંગળવારના દિવસે વિધિવિધાનથી એકાક્ષી નારિયેળનું પૂજન કરીને લાલ કપડામાં એકાક્ષી નારિયેળને સાથે રાખવું. આમ કરવાથી કેસમાં જો તમે સાચા હશો તો સફળતા મળશે.
  • ઘરની આસપાસ કે પડોશમાં કોઈ શત્રુ હેરાન-પરેશાન કરી રહ્યો હોય તો પીપળાના વૃક્ષની પાસે એકાક્ષી નારિયેળનું પૂજન કરવાથી શત્રુ નાશ પામે છે.
  • બુધવારના દિવસે વિધિવિધાનથી એકાક્ષી નારિયેળનું પૂજન કરીને તેના પર ચંદન, કેસર, નાળાછડી અર્પણ કરીને સ્વયં કપાળે તિલક કરીને ક્યાંય પણ જવાથી કાર્યમાં સફળતા મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *