તેલનો રંગ બદલે ત્યાં સુધી કરો છો, તે તેલ નો કરો છો ઉપયોગ??, તો થઇ જજો સાવધાન, નહીંતર….

0
274

વઘારથી ચાલુ કરીને ખીચા જેવી દરેક ચીજ વસ્તુઓ માં પણ આપણે ઉપરથી તેલ લઈને તેની લિજ્જત કરતા હોઈએ છીએ. તેમાં પણ જો ડ્રીપ ફ્રાય કરેલી ચીજ વસ્તુઓ હોય તો તે આપણા મગજને વધારે પસંદ આવે છે. ભારતીય સ્ત્રીઓ રસોડામાં બાકી રહેલી વસ્તુઓનો ફરી ઉપયોગ કરવાનું સપનું જોતી હોય છે. તેમાં પણ જો વધેલા તળેલા તેલની વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ વઘારમાં કે બીજા કોઈ વસ્તુઓમાં ઉપયોગ કરી લેતી હોય છે. જોકે, એક વાર તેલ તળ્યા બાદ વધેલા તેલને વાપરવું શરીર માટે અત્યંત નુકસાનકારક બની શકે છે.

જલેબી, સમોસાં, પાણીપૂરી જેવી વસ્તુઓના નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે. જમવાની આવી સ્વાદિષ્ટ ચીજ વસ્તુઓ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જતું હોય તો તે સ્વાદ પર કાબૂ કરવાની વાત જ અઘરી છે. કડાઈમાં ભરેલા તેલમાં તળાતી આ વાનગીઓ સ્વાદ માટે જેટલી લલચાવે છે તેના કરતાં વધારે શરીર માટે ગેરફાયદાકારક છે. તેમાં પણ જો વાત એક વાર ઉપયોગ કરેલા તેલને બીજી વાર ઉપયોગમાં લેવાની આવે તો હેલ્થ માટે તે સૌથી વધારે નુકસાનકારક છે.

ફરીથી ઉપયોગ કરવામાં આવતા તેલમાં કેન્સર પેદા કરતાં તત્વો હાજર હોય છે

તેમાં કેન્સર ઉત્પન્ન કરતાં તત્વોનું નિર્માણ થાય છે. જેને લીધે કેન્સર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. એક વખત તેલમાં તળ્યા બાદ તેમાં રહેલાં એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો દુર થઈ જાય છે. ફરીથી ઉપયોગ કરતા તેલમાં ઘન પદાર્થો હાજર હોય છે જેનો ઉપયોગ થવાથી શરીર પર તેની ખરાબ અસર થાય છે. આવા તેલને લીધે ભવિષ્યમાં પાચનને લગતી તકલીફો પેદા શકે છે.

વધેલા તેલમાં ઝેરી તત્વો પદાર્થો બનવા લાગે છે

એક સંશોધન અનુસાર તેલને એક વાર ગરમ કર્યા બાદ જેટલી વખત ગરમ કરવામાં આવે તો તેમાં ઝેરી પદાર્થો બનવા લાગે છે. તેમાં પણ ગ્રેપસીડ ઓઇલ, સનફ્લાવર, કોર્ન ઓઇલ જેવા તેલનો ફક્ત રસોઈ માટે ઉપયોગ કરવો જોઈએ. ડ્રીપ ફ્રાય કરવા માટે આવા ઓઇલનો ઉપયોગ કરવો ફાયદાકારક નથી. વારંવાર તેલનો પ્રયોગ કરવાથી તેમાં રહેલા રેન્સિડ શરીરની કોશિકાઓ ભેગો મળી જાય છે અને શરીર બીમારીનું ઘર બને છે. આ સિવાય શરીરમાં રહેલી ધમનીઓમાં પણ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. વધેલા તેલનો ફરીથી ઉપયોગ ન કરવાથી એસિડિટી, હાર્ટ ડિસીઝ, અલ્ઝાઇમર અને પાર્કિસન્સ જેવી તકલીફોથી બચી શકાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here