હોઠ એ શરીરના આકર્ષક ભાગોમાંનો એક છે. સુંદર હોઠ ચહેરાની સુંદરતામાં તો વધારો કરે જ છે પણ સાથે સાથે તે તમારું વ્યક્તિત્વ પણ આકર્ષક બનાવે છે. પરંતુ ઘણા લોકોને હોઠ ફાટી જવાની સમસ્યા હોય છે. આવા હોઠ તમારા ચહેરાની સુંદરતાને તો બગાડે જ છે, સાથે સાથે ખાતા પીતા પણ મુશ્કેલીઓ થાય છે.
હોઠ હંમેશાં ઠંડા હવામાનમાં ફાટી જાય છે. આ સિવાય ગરમ પવન એટલે કે હીટ સ્ટ્રોકના કારણે પણ હોઠ ફાટી જાય છે. શરીરમાં પાણીનો અભાવ અથવા હોઠ ચાવવા જેવી આદતો પણ હોઠ ફાટી જવાના કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં અમે આ લેખમાં તમને હોઠ ફાટવાના કેટલાક કારણો અને આ સમસ્યાથી બચવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો આ લેખ અંત સુધી વાંચજો…
હોઠ ફાટવાના કારણે-
- હોઠને ચાવવાથી અથવા કરડવાથી : સુકા હોઠની સમસ્યા ઘણી વાર ઊંચી ગરમી અથવા તીવ્ર ઠંડીમાં થાય છે. તેનાથી હોઠ વારંવાર ભીના કરવાનું મન થાય છે પરંતુ આવું કરવાથી વારંવાર હોઠ સુકાવાની સમસ્યા વધુ વધી જાય છે. આ હોઠમાં સુકા સ્તર બનાવે છે. જેના કારણે હોઠને નુકસાન થાય છે. આવી ક્રિયાઓ હોઠ માટે નુકસાનકારક હોઈ શકે છે.
હોઠનું રક્ષણ ન કરવું : જોરદાર પવન અથવા તીવ્ર સૂર્યના સંપર્કને લીધે હોઠ સુકાઈ જાય છે જેના કારણે હોઠ ફાટી જવાની સમસ્યા થાય છે. તેથી જો તમે ફાટતા હોઠ જેવી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો, તો તમારા હોઠને સુરક્ષિત કરો. હોઠની સુરક્ષા માટે તમે લિપસ્ટિક વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો.
મોઢાથી શ્વાસ લેવો : મોઢાથી શ્વાસ લેવાની સમસ્યા ઘણીવાર શરદી દરમિયાન થાય છે. કારણ કે આ સમયે નાક બંધ થઈ જાય છે. હોઠ ફાટી જવાનું કારણ આ પણ હોઈ શકે છે.
ફાટી ગયેલાં હોઠ માટે ઘરેલું ઉપાય
- પૂરતું પાણી પીવું : હોઠને ફાટી જવાથી બચવા માટે હોઠમાં ભેજ જાળવવો જરૂરી છે. આવી સ્થિતિમાં પુષ્કળ પ્રવાહીનું સેવન કરવું જરૂરી છે. જેથી ફાટી ગયેલા હોઠથી બચી શકાય છે.
- નાભિમાં તેલ લગાવવું : આ સાંભળીને આશ્ચર્ય થશે પંરતુ તે એકદમ સાચું છે કે નાભિમાં તેલ લગાવવાથી ક્યારેય હોઠ ફાટવાની ફરિયાદ થશે નહીં
- તમારા હોઠ પર ઘી લગાવો : જો તમે ફાટી ગયેલા હોઠથી પરેશાન છો તો તમારા હોઠમાં ઘી લગાવો. આ સિવાય માખણમાં મીઠું નાખીને તેને હોઠ પર લગાવવાથી ફાટેલા હોઠથી પણ છૂટકારો મળે છે.
- ખાંડ ઉમેરો : સુગરમાં ગ્લાયકોલિક અને આલ્ફા-હાઇડ્રોક્સિ એસિડ હોય છે. જેના કારણે ભેજ જળવાઈ રહે છે. ભૂરા અને સફેદ ખાંડ સાથે હોઠને સ્ક્રબ કરો. તમારી સમસ્યા દૂર થઈ જશે.
- ગ્રીન ટી: ગ્રીન ટીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેને હોઠમાં થોડો સમય રાખો. આ ટૂંક સમયમાં તમારા ફાટી ગયેલા હોઠની તકલીફને દૂર કરશે.
- લીંબુ અને મધની પેસ્ટ : આ પેસ્ટ હોઠમાંથી શુષ્કતા દૂર કરે છે. એક ચમચી લીંબુ અને મધ મિક્સ કરો અને આ પેસ્ટથી હોઠની મસાજ કરો, તે ફાટી ગયેલા હોઠની સમસ્યા દૂર કરશે.
- ગુલાબજળ : ફાટી ગયેલા હોઠની સમસ્યા દૂર કરવા માટે હોઠ પર થોડા સમય માટે ગુલાબજળ લગાવો અને પછી તેને પાણીથી ધોઈ લો. થોડા દિવસોમાં જ તમને ફરક જોવા મળશે.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google