સ્કુટીમાં ફસાઈ ગયો હતો સાપ, દોઢ કલાક ચાલી બચાવ કામગીરી, આ રીતે કાઢ્યો બહાર

0
198

ઘરોમાં સાપ ઘૂસી ગયો હોય તેવા કિસ્સા હંમેશા જોવા મળે છે, પરંતુ સાપ વાહનોમાં પ્રવેશતા હોવાના કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના પુષ્કરમાં જોવા મળી હતી જ્યાં એક સ્કૂટીની અંદર એક સાપ ઘૂસી ગયો હતો.

ગુલાબદાસ આશ્રમમાં પાર્ક કરેલી સ્કૂટીની અંદર સાપે પ્રવેશ કર્યો હતો અને તે જોવા માટે લોકોની ભીડ ત્યાં પહોંચી ગઈ. આ આશ્રમમાં ગભરાટનું વાતાવરણ હતું.

સાપને સ્કૂટીમાં પ્રવેશવાની બાતમી મળતાં જ તેને પકડવા માટે નિષ્ણાતો સ્થળ પર પહોંચ્યા ત્યારે તે પણ નિષ્ફળ ગયા હતા કારણ કે સાપ નીચેથી સ્કૂટીના અંદરના ભાગોમાં ઘૂસી ગયો હતો.

સ્કૂટીમાંથી સાપને કાઢવા માટે સ્કૂટી ઉલ્ટી કરી અને તેમાંથી સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સાપ આ રીતે બહાર આવ્યો ન હતો. તેના પછી ટુ વ્હીલર મિકેનિક બોલાવાયો હતો. મિકેનિકે કાળજીપૂર્વક સ્કૂટીના ભાગો ખોલવાનું શરૂ કર્યું.

આ રીતે, લગભગ અઢી કલાકની મહેનત બાદ સાપને બહાર કાઢ્યો હતો. બાદમાં સાપને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here