આમ જોવા જઈએ તો સ્માઇલ એ તમારી પ્રથમ ઓળખ છે. સફેદ દાંત ઝગમગતા કોને નથી ગમતાં પણ કાળજી તથા સાફસફાઇની બેદરકારીને લીધે મોટાભાગના લોકોના દાંત પીળા થઈ જાય છે. માણસો સામાન્ય રીતે સવાલ પૂછે છે કે પીળા દાંતને કેવી રીતે ચમકાવું? પીળા દાંત કેવી રીતે સાફ કરવા? આ સવાલનો ઉત્તર તમારા રસોડામાં ક્યાંકને ક્યાંક છે. આ સરળ પદ્ધતિઓ અપનાવવાથી, તમે તમારા પીળા દાંતને મોતીની જેમ ઝગમગતા કરી શકો છો
- ઈનો (ENO)અને લીંબુનો ઉપાય
ઘરમાં ઈનો બધાના ઘરે હશે જ તેને એક નાની વાટકીમાં લો અને લીંબુ મિક્સ કરી દો.
હવે જલ્દીથી તેને આંગળીની સહાય વડે સારી રીતે તમારા પીળા દાંત પર ઘસો, પાંચ મિનિટ પછી તરત જ કોગળો કરી લો. ઈનોનાં આ ઉપચારથી દાંતોની પીળાશ કાયમ માટે દૂર થઈ જશે અને દાંત મોતીઓની જેમ ઝગમતવા લાગશે.
- સરસિયાનું તેલ અને મીઠું
સરસિયાનું તેલ તથા મીઠું ભેગુ કરીને મંજન કરવાથી દાંતોની પીળાશ કાયમ માટે દૂર થઈ જશે. આ ઉપચાર પાયોરિયા માટે પણ ઘણો ઉપયોગી માનવામાં આવે છે. જો તમારા દાંતમાં સડો હોય તો આ તેલમાં બે લવિંગ ડુબાડીને સડેલાં દાંતની નીચે દબાવીને રાખો, એકદમ આરામ પ્રાપ્ત થશે.
- લીંબુનો રસ
લીંબુનો રસ એક વાટકીમાં કાઢી અને તેમાં સરસવનું તેલ તથા મીઠું ભેગુ કરીને શીશીમાં ભરીને મૂકો. બ્રશ કર્યા બાદ, આ પાણીથી એક બે વખત કોગળા કરો અને દાંતને આંગળીઓથી ઘસો, પછી દાંત મોતીની જેમ ઉજરા થઈ જશે. અઠવાડિયામાં એક વખત કોગળો કરવાથી, મોઢામાં બેક્ટેરિયાના ફેલાવો પણ કાયમ માટે દૂર થઈ જશે.
- બેકિંગ સોડા અને મીઠું
બેકિંગ સોડામાં મીઠું ભેગુ કરીને દાંત સાફ કરવાથી દાંતની પીળાશ કાયમ માટે દૂર થાય છે. તેનાથી મોઢામાં પાયોરિયાની તકલીફ પણ પ્રમાણમાં ઓછી થાય છે અને દાંત સુંદર તથા આકર્ષક દેખાવા લાગે છે.
- સ્ટ્રોબેરી પેસ્ટ
સ્ટ્રોબેરીમાં ફોલિક એસિડ રહેલો હોય છે જે દાંતને એકદમ સફેદ કરે છે. સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવો અને તેને પીળા દાંત પર લગાવો અને થોડોક સમય તથા થોડા દિવસો સુધી આ પ્રક્રિયા કરવાથી દાંતની પીળાશ કાયમ માટે દૂર કરી શકાય છે.
- કોલસો
તમે બહુ બધી વખત વિચારતા હશોકે, કાળો કોલસો દાંત સફેદ કરવા માટે કેવી રીતે કામ કરશે. પરંતુ તે એકદમ સત્ય છે કે કોલસો દાંતને તેજ કરે છે. તેથી જ વિદેશમાં કોલસાની ટૂથપેસ્ટથી દાંતને ક્લીન કરવામાં આવે છે. બજારમાંથી સળગાવેલી લાકડીનો કોલસો લાવો. તેને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને તેનાથી દાંત સાફ કરો. તે કરતી વખતે ચોક્કસપણે વિચિત્ર દેખાશે પરંતુ કોગળા કર્યા પછી તમે જોઈ શકશો કે તમારા દાંત ચમકી રહ્યા છે.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google