શરીર પર જામી ગયા છે ચરબીના થર, તો આ રહ્યો તેનો નાનકડો ઉપાય, પીવો આ ખાસ પ્રકાર નું પીણું

0
380

આજકાલ ની ભાગદોડ વાળી જિંદગીમાં ગ્રીન ટી પીવાનો એક સામાન્ય ટ્રેન્ડ બની ગયો છે. કેમ કે તે શરીર માટે બહુ ફાયદાકારક છે. ગ્રીન ટી શરીરની વધુ પડતી ચરબી ઓછી કરે છે. એજ રીતે ગ્રીન કોફી પણ ચરબી ઓછી કરવામાં સહાય કરે છે. ગ્રીન ટીની જેમ ગ્રીન કોફી પણ શરીર માટે ફાયદાકારક પુરવાર થાય છે. આ કોન્સેપ્ટ હજી એટલો બધો ફેમસ થયો નથી પણ થોડા રિસર્ચ પરથી પુરવાર થઈ ચુક્યું છે કે આ શરીરની તંદુરસ્તી માટે ગુણકારી છે.

વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી છે કે, રોસ્‍ટ કરીને કાળા ન કરી નાખ્‍યાં હોય એવી ગ્રીન કોફી બીન્‍સમાંથી બનેલું પીણું સાદી કોફી કરતાં વધારે ફાયદાકારક હોય છે. નોર્મલ કોફીના બીને હાઇ ટેમ્‍પરેચર પર રોસ્‍ટ કરવામાં આવે છે. જયારે કોફીના લીલાં તથા સુકાયા ન હોય એવા બીન્‍સને સાવ ઓછા તાપમાન પર બેક કરવામાં આવે તો એમાં રહેલાં ફાયદાકારક કેમિકલ્‍સ ટકી રહે છે. તમને કહી દઇએ કે, કોફીના ગુણને લીધે ગ્રીન કોફીની રીત ફેમસ થઈ છે. અત્‍યંત ઓછી માત્રામાં રોસ્‍ટ કરેલાં બીન્‍સનો પાઉડર બનાવીને એને ન્‍યુટ્રિશન સપ્‍લિમેન્‍ટ તરીકે પણ લઇ શકાય છે તથા પાણીમાં ભેગા કરીને પીણાની જેમ પી શકાય છે.

તમને કહી દઇએ કે, કોફી પીવાના વિવિધ ફાયદાઓ છે. દરરોજ ની એક થી ત્રણ કપ કોફીનું સેવન કરવામાં આવે તો અકાળે મૃત્‍યુ થવાના ચાન્‍સિસ 15 ટકા જેટલા ઓછા થઈ જાય છે. એનું મુખ્‍ય કારણ એ છે કે કોફીમાં ક્લોરોજેનિક એસિડ રહેલું છે. આ એક પ્રકારનું એન્‍ટિ-ઓકિસડન્‍ટ છે જે કોષોને ડેમેજ થઇને વૃધ્‍ધ થતા અટકાવે છે. ક્લોરોજેનિક એસિડ શુગરના પાચનની ક્રિયામાં સહાય કરે છે તથા બ્‍લડ-પ્રેશરને કાબૂમાં કરે છે આટલું જ નહીં, હાર્ટ-ડિસીઝ તથા કેન્‍સર જેવા રોગોને પ્રિવેન્‍ટ કરવામાં પણ મદદરૂપ થાય છે. કોફીના બીન્‍સને જયારે 200 ડીગ્રી તાપમાને દસથી પંદર મિનીટ સુધી ગરમ કરવામાં આવે તો આ કેમિકલની માત્રા સાવ ઓછી થઈ જાય છે. ઓછા તાપમાને અને ઓછા સમય માટે બીન્સ ગરમ કરવાથી ક્લોરોજેનિક એસીડની માત્રા નિયંત્રિત રહે છે. જેના કારણે ઉપરોકત બધી જ બાબતોમાં બેથી ત્રણ ગણો ફાયદો થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here