શરદી, ઉધરસ અને તાવ જેવી બિમારીઓ માટે રામબાણ ઉપચાર છે “દાદીમા નો આ નુસખો”

0
311

તાજેતરમાં સીઝન એવી થઈ ગઈ છે કે લોકોને શરદી,કફ તથા ખાંસીની સમસ્યા રહે છે તથા એમાં પણ થોડાક દિવસોમાં તહેવારો આવવા જઈ રહ્યા છે. તળેલું ભોજનનું સેવન કરવાથી શરદી અને ઉધરસ વધારે થાય છે. તો આજે આપણે આ તકલીફમાંથી રાહત મેળવવા કેટલાક દાદીમાંના રામબાણ ઉપચાર જોઈએ.

  1. તમને જણાવી દઇએ કે આદુના રસમાં મધ ભેગું કરીને સેવન કરવાથી ઉધરસમાં રાહત થાય છે.
  2. આદુનો રસ, લીંબુનો રસ તથા મધ એક સરખા પ્રમાણમાં લઈ પીપર નાખી દીવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉધરસ કાબૂમાં આવે છે. આદુનો રસ, લીંબુનો રસ તથા સીંધવને એક બાઉલમાં ભેગુ કરી તેનું ભોજન સાથે લેવાથી ઉધરસ મટે છે.
  3. લવીંગને મોઢામાં રાખી રસ ચુસવાથી ઉઘરસ દૂર થાય છે.
  4. લવીંગ દીવા પર ગરમ કરી મોંમાં મૂકવાથી ખાંસી, શરદી, અને ગળાનો સોજો તરત જ દૂર થાય છે.

  • અજમાને અમુક પ્રમાણમાં ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી અમુક સમયે સુંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.
  • થોડા ગરમ પાણીમાં લીંબુનો રસ ભેગો કરીને દર બે-ત્રણ કલાકના સમયે દરરોજ પીવાથી શરદીમાં મદદ રહે છે.
  • નવશેકું પાણી પણ તમે દિવસ દરમિયાન 2થી 3 વાર પીશો તો તમને શરદીમાં રાહત થશે.
  • શરદી કફમાં તમે નાસ લેશો તો પણ તમને આવશ્યક પ્રમાણમાં મદદ મળશે. નાસ લેવા માટે તમારે પાણીને ગરમ કરવું અને તેમાં અજમો,નીલગીરી,વિક્સ કે કપૂર પણ તેમાં ભેગા કરીને સેવન કરવાથી ફાયદો થશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here