મામુલી દુકાનદારની પુત્રીએ IAS અધિકારી બનીને વધાર્યું પિતાનું માંન, કોઈપણ સહાય વગર પાસ કરી પરિક્ષા

0
260

જીવનમાં સક્સેસ માત્ર એવા માણસ ને જ મળે છે, જે દિલથી ખૂબ જ મજબુત હોય અને કંઈક કરવાની ભાવના ધરાવતો હોય. હા, જો કોઈ વ્યક્તિ પુષ્કળ પરિશ્રમ કરે તો તેના માટે કંઈ પણ અશક્ય નથી. સમાન્ય રીતે એવું ઘણી વખત જોવા મળ્યું છે કે કોઈપણ મુશ્કેલી વિના ભણતર પૂર્ણ કરતા યુવાનો તેમના જીવનમાં સફળતાના શિખરે પહોંચતા નથી, પરંતુ ગરીબી વેઠી રહેલા યુવાનો વારંવાર તેમની મહેનતથી કંઈક કરે છે, જેના કારણે વિશ્વભરમાં તેમનું નામ પ્રખ્યાત થવા લાગે છે. એવા ઘણા લોકો છે જે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે અને કારકિર્દીની ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે આ લેખમાં અમે તમને આવો જ એક ઉત્તમ દાખલો આપવા જઈ રહ્યા છીએ. જેણે કોઈપણ ટ્યુશન વિના આઈએએસ ની પરીક્ષામાં ઊંચું સ્થાન મેળવ્યું છે.

યુ.પી.એસ.સી.ની પરીક્ષા એક સૌથી અઘરી પરીક્ષા કહેવામાં આવે છે. થોડાક જ એવા ઉમેદવારો છે જેઓ તેમની મહેનતથી આ સ્થાને પહોંચી ગયા છે. જે યુવતી વિશે અમે તમને વાત કરી રહ્યાં છે તે તેનું નામ નમામી બંસલ છે, જેણે 2017 ઉત્તરાખંડ યુપીએસસીમાં ટોચ પર રહીને તેના પિતાનું માન સન્માન સમગ્ર દેશમાં વધાર્યું છે.

તમને જણાવી દઈએ કે નમામી બંસલના પિતા રાજકુમાર બંસલ ઋષિકેશ પોટ નામની નાનકડી દુકાન ધરાવે છે. નમામી બંસલે એનડીએસ ગુમાનીવાલાથી પ્રાથમિક સ્તરથી મધ્યવર્તી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ધોરણ દસમાં તેણે 92.4 ટકા મેળવ્યા છે અને ઇન્ટરમાં તેણે 94.8 ટકા મેળવ્યા છે. તે શાળામાં શિક્ષણમાં માટે ખૂબ જ તેજસ્વી હતી. આવા સારા ગુણ લાવીને તેણે તેના પોતાનું નામ રોશન કર્યું છે.

નમામી બંસલે અર્થશાસ્ત્રના વિષયમાં બીએ ઇકોનોમિક્સ ઓનર્સ લેડી શ્રી રામ કોલેજ દિલ્હી અને એમ.એ. કર્યું છે. તમને વાત કરતા કહી દઈએ કે ઓપન યુનિવર્સિટીની નમામી બંસલ એમએમાં ટોપ પર રહી છે. ગવર્નર કે.કે.પૌલ દ્વારા નમામીને 17 એપ્રિલ 2017 ના દિવસે ગોલ્ડ મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન નમામી બંસલે જણાવ્યું હતું કે તેણે યુપીએસએસી ની પરીક્ષા પાર કરવા માટે કોઈપણ પ્રકારની ટ્યુશનની મદદ લીધી નથી.

નમામી બંસલ આગળ વાત કરતા જણાવે છે કે, જો ઇન્ટરનેટનો સદુપયોગ પરીક્ષાની તૈયારી માટે કરવામાં આવે તો તેમાંથી ઘણો અભ્યાસ કરી શકાય છે. નમામી બંસલે ઇન્ટરનેટને શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે યાત્રાધામ શહેરમાં આવેલા લાલા લાજપત રાય માર્ગની નિવાસી નમામી બંસલે યુનિયન સર્વિસ કમિશન (યુપીએસસી) ના સિવિલ સર્વિસીઝ 2016 માં 17 મા રેન્ક પ્રાપ્ત કરીને પરિક્ષા પાસ કરી છે નમામી બંસલે પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને એક સલાહ આપી છે કે અસફળ થવાની સ્થિતિમાં તેઓએ ધીરજ ગુમાવી જોઈએ નહીં. જો તમારે એક્ઝામ માં સફળ થવું હોય તો ધૈર્ય, સખત મહેનત તથા તમારો દ્રઢ આત્મવિશ્વાસ ખૂબ જ આવશ્યક છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here