રેખાના પહેલા પતિની દીકરી છે ખુબજ સુંદર, બોલીવુડની મોટી મોટી અભિનેત્રીઓને આપે છે ટક્કર

0
5166

તેમના સમયમાં વિનોદ મેહરા ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા હતા. 30 ઓક્ટોબર, 1990 ના રોજ હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. તમને જણાવી દઈએ કે, વિનોદ મેહરાના 3 લગ્ન થયા હતાં. વિનોદ મેહરાનું પહેલું લગ્ન એરેન્જ મેરેજ હતું. તેણે તેની માતાની મરજીથી મીના બ્રોકા સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમના થોડાક જ સમયમાં છૂટાછેડા થઇ ગયા હતા. પહેલા લગ્નજીવન દરમિયાન તેમનું બિંદિયા ગોસ્વામી સાથે અફેર હતું અને તેણે બીજી વખત બિંદિયા સાથે લગ્ન કર્યા. પરંતુ માત્ર 4 વર્ષમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા, ત્યારબાદ તેણે કિરણ સાથે ત્રીજા સાથે લગ્ન કરી લીધા હતા. તેમને કિરણના બે સંતાન હતા, જેમના નામ સોનિયા અને રોહન છે.

રેખાના પહેલા પતિ વિનોદ મેહરા હતા : તમને જણાવી દઈએ કે, 45 વર્ષની ઉંમરે વિનોદે આ દુનિયાને કાયમ માટે વિદાય આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખાના પહેલા પતિ વિનોદ મેહરા હતા. વિનોદ મેહરા એક ફિલ્મના સેટ પર રેખાને મળ્યો હતો. શૂટિંગ દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધાં હતાં. પરંતુ વિનોદ મેહરાની માતાએ આ સંબંધને મંજૂરી આપી ન હતી, જેના કારણે બંનેએ લગ્નના બે મહિના પછી અલગ થવાનું નક્કી કર્યું. વિનોદ મેહરા એ સમયે ઇન્ડસ્ટ્રીનો સૌથી હેન્ડસમ એક્ટર હતો.

વિનોદ મેહરાની પુત્રી ખૂબ ગ્લેમરસ છે : તમને જણાવી દઈએ કે વિનોદ મેહરાની પુત્રી સોનિયા મેહરાનો જન્મ 2 ડિસેમ્બર 1989 માં થયો હતો. સોનિયા એક બોલિવૂડ અભિનેત્રી છે અને તે માત્ર થોડીક જ ફિલ્મોમાં જોવા મળી છે. જોકે, તેને હજી સુધી ઓળખ મળી નથી જેની તે લાયક છે. સોનિયાને તમે ‘રાગિની એમએમએસ 2’ ફિલ્મમાં જોઇ હશે. આ ફિલ્મમાં તેણે તાન્યા કપૂરની ભૂમિકા ભજવી હતી. સોનિયા દેખાવમાં ખૂબ જ સુંદર અને હોટ છે. તે બોલિવૂડમાં કોઈ અભિનેત્રીથી ઓછી દેખાતી નથી.

આજકાલ સ્ટાર કિડ્સનો યુગ ચાલી રહ્યો છે અને સુહાના ખાન, સારા અલી ખાન, જ્હન્વી કપૂર અને અનન્યા પાંડે બધા જાણીતા છે, સોનિયા મેહરાને બહુ ઓછા લોકો ઓળખે છે. પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ સોનિયા આ બધા સ્ટાર કિડ્સને ટક્કર આપે છે. આવી સ્થિતિમાં આજે આ પોસ્ટમાં, અમે સોનિયા મેહરાની કેટલીક સુંદર તસવીરો બતાવવા જઈ છીએ. અમને ખાતરી છે કે સોનિયાની તસવીરો જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો. ‘રાગિની એમએમએસ 2’ સિવાય તેણે ‘એક મેં ઔર એક તુ’, ‘શેડો’ અને ‘વિક્ટોરિયા નંબર 13’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તમે પણ સોનિયા મેહરાની કેટલીક સુંદર તસવીરો જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here