હવે ફટાફટ આ રીતે જ ઘરે બનાવી લો રાજકોટની ફેમસ ચટણી, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો

0
1072

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ એકવખત રાજકોટની ચટણી નો સ્વાદ ચાખી લે તો જીવન દરમિયાન ચટણીનો ટેસ્ટ ભૂલી શકતી નથી. આપણાંમાંથી જે કોઈના રિલેટિવ રાજકોટમાં રહેતા હશે તે ચોક્કસ તેમની જોડેથી આ ચટણી મંગાવતા હશે તથા ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે.

પણ જો તમે આ ચટણી બનાવવાની રીત વિશે ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવી પડે નહીં અને જાતે ઘરે જ બનાવી શકો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે રાજકોટ ની ફેમસ સ્વાદિષ્ટ ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગેની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • સાધન-સામગ્રી :
  • આખા સીંગદાણા : ૧ બાઉલ
  • સમારેલા લીલા મરચાં : ૫ નંગ
  • લીંબુ ના ફૂલ : ૧/૨ ચમચી
  • નમક : ૧/૪ ચમચી
  • હળદર : ૧ ચમચી

બનાવવાની રીત : આ ચટણી બનાવવા માટે સૌથી પહેલા સીંગદાણા ને ૪-૫ કલાક સુધી પાણીમાં પલાળીને મૂકી રાખો. ત્યારપછી મિક્સર માં સીંગદાણા તથા લીલા મરચાં મિક્સ કરીને વ્યવસ્થિત રીતે પેસ્ટ કરી લો. ત્યાર પછી આ પેસ્ટને લીંબુ ના ફૂલ, મીઠું અને હળદર ઉમેરીને આ પેસ્ટને ને ફરી એકવાર ક્રશ કરી લ્યો. તો હવે તૈયાર થઈ ગઈ છે રાજકોટની ફેમસ ચટણી…

જણાવી દઈએ કે તમે આ ચટણી ને એક ડબ્બા માં ભરીને તેને ફિજ માં મૂકીને લાંબા સમય માટે ભેગી કરી શકો છો અને ઈચ્છા થાય ત્યારે ફ્રિજ માથી કાઢીને તેને ખાઈ શકો છો.

આ સિવાય ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આ ચટણી ને ફ્રિજ માં ઓછામાં ઓછા ૪-૫ મહિના સુધી રાખી શકાય છે. જો તમે આ સમય કરતાં વધુ સમય રાખો છો તો તે બગડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here