પોતાના પતિના પહેલા લગ્નમાં 11 વર્ષની હતી કરીના, જોકે આ અભિનેત્રીની ઉંમર હતી ખાલી 1 વર્ષ

0
221

પ્રેમ એક વિચિત્ર વસ્તુ છે. જ્યારે સાચા દિલથી કોઈની સાથે પ્રેમ થઇ જાય છે પછી તેનો દેખાવ, ધર્મ અને વય જેવી વસ્તુઓ સામાન્ય લાગવા લાગે છે. એક સમય એવો હતો જ્યારે બોલિવૂડના કલાકારો પોતાની ઉંમર કરતાં ઘણી નાની છોકરીઓ સાથે લગ્ન કરતાં હતા. પછી છોકરીઓ પણ પોતાના કરતા મોટા છોકરાઓને પસંદ કરતી હતી. આજકાલ ઘણી અભિનેત્રીઓ પોતાના કરતા નાના છોકરાઓ સાથે લગ્ન કરી રહી છે. પ્રિયંકા ચોપડા અને એશ્વર્યા રાય તેના દાખલા છે. પંરતુ આજે અમે તમને તે બોલીવુડ અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેઓ તેમના પતિના પહેલા લગ્નના સમયે ખૂબ જ નાની હતી. આમાં એક અભિનેત્રી એવી પણ છે જે પતિના પહેલા લગ્ન સમયે ફક્ત એક વર્ષની હતી.

હેમા માલિની

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ બીજા લગ્ન 1979 માં બોલીવુડના ધર્મેન્દ્ર સાથે થયા હતા. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે, જેની સાથે ધર્મેન્દ્રએ વર્ષ 1954 માં લગ્ન કર્યા હતા. ત્યારે ધર્મેન્દ્ર માત્ર 19 વર્ષનો હતો. ધર્મેન્દ્ર તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપવા માંગતો હતો, પરંતુ તે આ માટે તૈયાર નહોતી. આવી સ્થિતિમાં ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને હેમા સાથે લગ્ન કરી લીધાં. ધર્મેન્દ્રએ પહેલા લગ્ન કર્યા ત્યારે હેમા માલિની માત્ર 6 વર્ષની હતી. તેનો જન્મ 16 ઑક્ટોબર 1948 માં થયો હતો.

કરીના કપૂર

કરીના કપૂર બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની બીજી પત્ની છે. 2012 માં બંનેના લગ્ન થયા હતા. તાજેતરમાં જ તે બીજી વખત ગર્ભવતી પણ બની છે. કરીના પહેલા સૈફે 1991 માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન કરીના કપૂર માત્ર 11 વર્ષની હતી. કરીનાનો જન્મ 21 સપ્ટેમ્બર 1980 માં થયો હતો. તે સૈફથી 10 વર્ષ નાની છે.

શબાના આઝમી

શબાના આઝમી એક સુંદર અભિનેત્રી છે. તેણે 1984 માં બોલિવૂડના જાણીતા લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા. જાવેદનું આ બીજું લગ્ન હતું. લેખકનું પ્રથમ લગ્ન 1972 માં હની ઇરાની સાથે થયું હતું. શબાના આઝમી તે સમયે 22 વર્ષની હતી. શબાનાનો જન્મ 18 સપ્ટેમ્બર 1950 માં થયો હતો. તે જાવેદ અખ્તરથી 5 વર્ષ નાની છે.

લીના ચંદાવરકર

પહેલાના જમાનાની બોલિવૂડ એક્ટ્રેસ લીના ચંદાવરકર ગાયક કિશોર કુમારની ચોથી પત્ની છે. કિશોર કુમારે 1951 માં રૂમા ગુહા ઠાકુરતા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે 1960 માં મધુબાલા સાથે લગ્ન કર્યા. ત્યારબાદ વર્ષ 1976 માં યોગિતા બાલી તેની ત્રીજી પત્ની બની. આખરે વર્ષ 1980 માં, કિશોર કુમારે ચોથી વખત લીના ચંદાવરકર સાથે લગ્ન કર્યા. આ પછી, વર્ષ 1986 માં કિશોર કુમારનું અવસાન થયું. હવે તમને આશ્ચર્ય થશે કે કિશોર કુમારે વર્ષ 1951 માં પહેલું લગ્ન કર્યુ ત્યારે તેમની ચોથી પત્ની એટલે કે લીના ચંદાવરકર માત્ર એક વર્ષની હતી. લીનાનો જન્મ 20 ઓગસ્ટ 1950 માં થયો હતો.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here