પથરીના અસહ્ય દુખાવા થી કંટાળી ગયા છો??, તો અપનાવો આ ઉપાય, મળી જશે રાહત

0
285

શરીરમાં થતો પથરીનો દુખાવો માણસને પીડામાં મૂકી દે છે. આ તકલીફ કોઈપણ વયની વ્યક્તિને થઈ શકે છે. પથરી શરૂઆતમાં એકદમ નાની હોય છે અને દિવસો પસાર થતા તે ધીમે ધીમે મોટી થવા લાગે છે. પથરીની સમસ્યા સહન કરતો માણસ વધુમાં વધુ પાણીનું સેવન કરવું જોઈએ. શરીરમાં પાણીની અછતને લીધે તથા વધુ સમય માટે બાથરૂમ રોકી રાખવાને લીધે પણ પથરીનો દુખાવો હેરાન કરે છે. આમ તો પથરીનો ઉપચાર દવાઓ તથા ઓપરેશનથી પણ કરવામાં આવે છે. પરંતુ આ તકલીફ માટે કેટલાક ઘરેલુ ઉપાય ફાયદાકારક પુરવાર થાય છે.

  1.  લીલા નારિયેળનું સવારે પાણી પીવું.
  2. મોટી એલચી, તડબૂચ ના બીનો પાવડર, બે ચમચી ખાંડ એક કપ પાણીમાં ઉમેરી અને સવાર-સાંજ સેવન કરવામાં આવે તો પથરી આપમેળે બહાર આવી જાય છે. આ સિવાય 15 દિવસ સુધી સતત કરવાથી ફાયદો થાય છે.
  3. પાકેલા કાળા જાંબુ પથરી માટે ઉપયોગી માનવામાં આવે છે.

  1. જીરું તથા ખાંડને સમાન રીતે લઈ તેને વાટી લેવા. તેના પાવડરનું ઠંડા પાણી જોડે દિવસ દરમિયાન ત્રણ વખત સેવન કરવામાં આવે તો લાભ થાય છે.
  2. સાકર, વરિયાળી, સુકા ધાણાને 50-50 ગ્રામ લેવા અને તેને પાણીમાં પલાળી રાખવા. 6થી 7 કલાક પછી આ પાણીને ગાળીને પી જવું.
  3. બીલીપત્રમાં અમુક માત્રામાં પાણી ભેગુ કરીને તેની પેસ્ટ બનાવો તેમાં કેટલાક કાળા મરી ભેગા અને સેવન કરવું. દરરોજ કાળા મરીની સંખ્યા થોડી વધારી દેવી. સતત સાત દિવસ આ ઉપચાર કરવાથી પથરી મૂત્ર માર્ગે બહાર આવી જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here