પલાળેલી બદામ શરીરના સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, જાણો તેના અગણિત ઉપાય

0
462

કોઈપણ સીઝનમાં બદામનું સેવન કરવાથી અગણિત ફાયદા થાય છે. બદામ ખાવાથી યાદશક્તિ વધે છે જોડે જોડે તેમાંથી પ્રાપ્ત થનાર મિનરલ, વિટામિન, ઝિંક, કેલ્શિયમ વગેરેથી પણ શરીરને વિવિધ ફાયદા થાય છે. દરરોજ બદામને પલાળીને સેવન કરવાથી પણ ખૂબ ઉપયોગી થાય છે. પલાળેલી બદામ પાચનક્રિયામાં સહાય કરે છે. આવો જોઈએ પલાડેલી બદામનાં અગણિત ઉપચાર અને ફાયદાઓ વિશે.

વજન ઓછું કરવા

આજના ઝડપી યુગમાં યુવતીઓનું વધતું વજન પણ તેમને માટે ખૂબ મોટી તકલીફ બની ગઈ છે. આવામાં બદામને સૌથી પહેલા પાણીમાં પલાળીને સેવન કરવાથી પછી વજન ઓછું કરવામાં મદદ મળે છે. કેમ કે તેમાં મોનોઅનસેચુરેટેડ ફ્ટ હાજર હોય છે. તેથી તે ભૂખને કાબુ કરવામાં મદદ કરે છે.

હ્રધ્યને સ્વસ્થ રાખવા

રાતે થોડીક બદામને પલાળીને સવારે વહેલા તેનું સેવન કરવાથી હર્દય ને પણ સ્વસ્થ રાખી શકાય છે. જર્નલ ઓફ્ ન્યૂટ્રિશનમાં શેર કરવામાં આવેલ એક અહેવાલનું માનીએ તો બદામ એન્ટિઓક્સિડેન્ટ એજન્ટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને નિયત્રણ કરવામાં ખૂબ સહાયક સાબિત થાય છે. આવામાં આ હ્રદયને લાગતી તકલીફોને પણ દૂર રાખે છે.

હાઈબ્લડ પ્રેશરને કરે છે કાબૂમાં

પલાળેલી બદામનું સેવન કરવાથી હાઈબ્લડ પ્રેશરને પણ કાબુ કરી શકાય છે. સંશોધકો એ જોયું કે બદામ ખાવાથી લોહીમાં અલ્ફલ ટોકોફ્રોલનું પ્રમાણ વધી જાય છે તેથી આ બીપીને મર્યાદિત બનાવી રાખે છે.

કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણ

બેડ કોલેસ્ટ્રોલની તકલીફ આજના યુગમાં મોટાભાગના લોકોને પરેશાન કરી રહી છે. આ હૃદયને લગતી તકલીફો અને ધમનીઓમાં રોક જેવા વિવિધ બીમારીઓનું એક મોટું કારણ માનવામાં આવે છે. જોકે પલાળેલી બદામનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ પર કાબૂમાં રાખી શકાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલના કેટલાક પ્રમાણ સુધી ઓછું કરે છે.

ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યામાં પણ ફાયદાકારક

ડાયાબિટીસ જેવી વિવિધ તકલીફો સામે મોટી સંખ્યામાં માણસો ઝઝૂમી રહ્યા છે. જો માણસો દરરોજ રાતે બદામને પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરે તો શુગરનું પ્રમાણ વધવાથી કાબુ કરી શકાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here