ભીના મોજાં પહેરીને સૂઈ જવાથી, દૂર થઈ જાય છે આ અનેક સમસ્યાઓ, જાણો તમે પણ

0
516

એવું કહેવામાં આવે છે ભીના મોજા પહેરીને સૂઈ જવાથી ફાયદો થાય છે. તમને ભલે સાંભળવામાં આ એકદમ વિચિત્ર લાગે પરંતુ આ વાત એકદમ સાચી છે. તાવ,શરદી જેવી અનેક તકલીફોમાં આ રામબાણ ઉપચાર માનવામાં આવે છે. બીમારીમાં દવાઓથી કામ થઈ જતું હોય છે પરંતુ આ ઘરગથ્થુ ઉપચાર કે દાદીમાના ઉપાય અજમાવતાં હોઈએ છીએ. એવો જ આ પણ નુસખો છે. તો જોઈએ તેનાથી કયા કયા શરીરને લગતા ફાયદા થાય છે.

1. તાવ ઓછો થાય

જો તમને વધારે તાવ આવતો હોય તથા શરીર ભઠ્ઠીની જેમ ગરમ રહેતું હોય તો તમે ભીના મોજા પહેરીને સૂઈ શકો છો. એક વાટકી માં બે ગ્લાસ પાણી તથા એક ચમચી વિનેગર ઉમેરીને તેને હલાવો. તેમાં ઉનના મોજા પલાળીને નિચોવી રાખો અને આ મોજા પહેરીને સૂઈ જાઓ. 40 મિનિટની અંદર તમારા શરીરની ગરમી સાવ ઓછી થઈ જાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

2. કફ દૂર કરે

ભીના મોજા પહેરીને સૂવામાં આવે તો કફ ઓછો થઈ જાય છે અથવા જતો રહે છે. એક વાટકીમાં 2 કપ દૂધ લઇ તેમાં એક ચમચી મધ તથા મોટી ડુંગળી ઉમેરો. આ મિશ્રણને 15 મિનિટ આવું જ રહેવા દો તથા પછી તેમાં મોજા ડુબાડીને નિચોવી દો. આવા મોજા રાત દરમિયાન પહેરીને સૂવામાં આવે તો કફમાં રાહત મળે છે.

3. પાચનશક્તિ

કાળુ જીરૂ તથા વરિયાળીને મેળવીને 15 મિનિટ ઉકાળો તથા તેમાં મોજા નાંખી નિચોવીને આવા મોજા પહેરી લો. જેના કારણે તમારી પાચનની તકલીફ થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જશે.

4. કબજિયાત

ભીના મોજા પહેરીને સૂવામાં આવે તો પેટ સાફ થઈ જાય છે. પાણીમાં અડધો પીસ માખણ, અડધુ સફરજન,એક ચમચી મધ તથા એક ચમચી અળસીને એક વાટકીમાં ભેગુ કરી લો. તેમાં અમુક પ્રમાણમાં પાણી નાખો અને પેસ્ટ બનાવો. આમાં મોજા નાંખીને તેમાંથી વધારાનું પાણી નીકાળી પહેરી લો. આખી રાત પહેરીને સૂવાથી સવાર સુધીમાં પેટ એકદમ સાફ થઈ જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here