મૃત્યુ પહેલાં રાવણે આપ્યા હતા સફળ થવા માટેના 5 ઉપદેશ, જેને અપનાવવાથી ક્યારેય નહીં થાય જીવનમાં હાર

0
603

જ્યારે પણ આપણે રાવણનું નામ સાંભળીએ છીએ, ત્યારે ફક્ત એક જ છબી આપણા મગજમાં આવે છે અને તે છે રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું. બધા જાણે છે કે રાવણ રાક્ષસનો કુળનો રાજા હતો, જે ખૂબ શક્તિશાળી યોદ્ધા અને શિવભક્ત હતો.

પરંતુ તે જ સમયે તે વિદ્વાન, પંડિત અને મહાન માણસ પણ હતો. પૃથ્વી પર જ્યારે તેનું પાપ વધ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ શ્રી રામનો અવતાર લીધો અને તે સમયે પૃથ્વી પરથી પાપની નિશાની ભૂંસી નાખી પરંતુ જ્યારે રામજીએ રાવણને મારી નાખ્યો, ત્યારે તેણે તેમના ભાઈ લક્ષ્મણને થોડું જ્ઞાન મેળવવા માટે રાવણ પાસે મોકલ્યા. આવી સ્થિતિમાં રાવણે મૃત્યુ પહેલા સફળ થવા માટેના 5 ઉપદેશ આપ્યા હતા.

રાવણે મરતા પહેલા સફળતાના 5 ઉપદેશ આપ્યા હતા : તે સમયે જ્યારે રાવણ મ્રુત અવસ્થામાં પડ્યો હતો, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, “નીતિ, રાજકારણ અને શક્તિનો મહાન પંડિત આ દુનિયાને અલવિદા કહી રહ્યો છે. આવી સ્થિતિમાં તમે તેની પાસે જાઓ અને જીવનની કેટલીક વસ્તુઓ શીખો કે જેને કોઈ શીખવી શકે તેમ નથી.”

રામની વાત માનીને લક્ષ્મણ મૃત હાલતમાં પડેલા રાવણના માથા પાસે ઊભો રહ્યો. લક્ષ્મણ રાવણના માથા પાસે ઊભો રહી થોડીક વાર રાહ જોતો રહ્યો પણ રાવણે કંઈ કહ્યું નહીં. આ પછી લક્ષ્મણ પાછો ફર્યો. ત્યારે શ્રીરામે કહ્યું કે જો તમારે કોઈની પાસેથી શિક્ષણ મેળવવું હોય તો તેમના ચરણોમાં ઉભા રહીને શીખો.

આ સાંભળીને લક્ષ્મણ પાછા રાવણ પાસે ગયો અને તેના પગ પાસે ઊભો રહ્યો. આ પછી મહાપંડિત રાવણે લક્ષ્મણને એવી 5 વસ્તુઓ કહી હતી, જેને અપનાવવાથી જીવનમાં ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી.

1. રાવણનો પહેલો ઉપદેશ હતો કે માણસે પોતાના શત્રુને કમજોર ન માનવો જોઈએ, કારણ કે ઘણી વખત જેને આપણે નબળા માનીએ છીએ તે આપણા કરતા વધુ મજબૂત હોય છે.

2. રાવણનો બીજો ઉપદેશ હતો કે વ્યક્તિએ ક્યારેય પોતાની શક્તિનો દુરૂપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી ઘમંડ તૂટી જાય છે જેમકે દાંત સોપારી તોડે છે.

3. રાવણનો ત્રીજો ઉપદેશ હતો કે વ્યક્તિએ હંમેશાં તેના શુભેચ્છકોનું સાંભળવું જોઈએ, કેમ કે તે ક્યારેય તમારું ખરાબ ઈચ્છતા નથી.

4. રાવણનો ચોથો ઉપદેશ હતો કે આપણે હંમેશાં શત્રુ અને મિત્રની ઓળખ કરવી જોઈએ. ઘણી વખત જેને આપણે આપણા મિત્રો માનીએ છીએ, તે આપણા દુશ્મનો સાબિત થાય છે અને જેને આપણે પરાયા માનીએ છીએ તે ખરેખર આપણા પોતાના હોય છે.

5. રાવણનો પાંચમો ઉપદેશ હતો કે આપણે કોઈ પણ પારકી સ્ત્રી પ્રત્યે ક્યારેય ખરાબ નજર નાખવી જોઈએ નહી. કારણ કે પારકી સ્ત્રી પર ખરાબ નજર નાખનાર વ્યક્તિનો નાશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here