પરિણીત મહિલાઓ દેવી પાર્વતીના આ રૂપની ભૂલથી પણ નથી કરતી પૂજા, જાણો કેમ ડરે છે…

પરિણીત મહિલાઓ દેવી પાર્વતીના આ રૂપની ભૂલથી પણ નથી કરતી પૂજા, જાણો કેમ ડરે છે…

પરિણીત મહિલા પોતાની સુહાગની મંગલકામના તથા સુખ સમુદ્ધિ માટે હંમેશા વ્રત રાખતી હોય છે. પરિણીત મહિલા મોટા ભાગે દેવી પાર્વતીના વિવિધ રૂપોની પૂજા કરતી હોય છે. જેમાં મહાકાળી, દુર્ગા, ગૌરી વગેરે સામેલ છે. જોકે, પરિણીત મહિલા દેવી પાર્વતીના એક એવા રૂપની પૂજા કરવાનું પસંદ કરતી નથી અને તે રૂપથી ઘણી જ ડરતી હોય છે. તે ભૂલથી પણ આ રૂપની પૂજા કરવા માગતી નથી.

આ રૂપની નથી કરતી પૂજા: ખરી રીતે પરિણીત મહિલાઓ દેવી પાર્વતીના એક રૂપ જેમાં તેમણે વિધવા રૂપ ધારણ ખર્યું છે. તેની પૂજા કરતી નથી. પરિણીત મહિલાઓને ડર છે કે આ રૂપની પૂજા કરવાથી તેઓ વિધવા થઈ જશે. દેવી પાર્વતીના આ રૂપને ધૂમાવતી નામથી પણ ઓળખવામાં આવે છે.

દેવી પાર્વતી કેવી રીતે થયા વિધવા?: દેવી પાર્વતીની વિધવા સ્વરૂપ એટલે કે ધૂમાવતી દેવીની કથા ઘણી જ રોમાંચિત છે. એક કથા પ્રમાણે, એકવાર દેવી પાર્વતીને કકડીને ભૂખ લાગી હતી. ભૂખથી આકુળ-વ્યાકુળ દેવી પાર્વતીએ ભગવાન શિવને કંઈક ખાવાનું લાવવા માટે કહ્યું હતું. ત્યારે ભગવાન શિવ દેવીને થોડીવાર ભૂખ સહન કરવાનું કહે છે અને ભોજનની શોધખોળમાં નીકળી પડે છે.

ઘણાં સમય પછી પણ ભોળા શંભુ ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. દેવી પાર્વતીની ભૂખ વધતી જાય છે. પોતાની ભૂખ પર કાબૂ રાખી શકતા નથી અને પોતાના પતિ ભગવાન શિવને જ ખાઈ જાય છે.

જ્યારે પાર્વતી ભગવાન શિવને ખાઈ જાય છે એટલે તેમનું સ્વરૂપ એક વિધવા જેવું બની જાય છે. આ ઉપરાંત શિવના ગળામાં રહેલાં ઝેરની અસરથી દેવી પાર્વતીનું આખું શરીર ધૂમાડા જેવું થઈ જાય છે અને તેમની કાયા શ્રૃંગાર વિહીન થઈ જાય છે. ત્યારે શિવજીએ પોતાની માયાથી પાર્વતીને કહે છે તમે મને ખાઈ ગયા તેથી હવે તમે વિધવા થઈ ગયા છો.

જેને કારણે હવેથી તમે ધૂમાવતી નામથી ઓળખાશો. માતાનું આ સ્વરૂપ ઘણું જ ડરામણું છે. વિધવા રૂપ હોવાને કારણે મહિલાઓ આ રૂપની પૂજા કરતી નથી અને દર્શનથી પણ દૂર રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *