માતા-પિતા ખાસ વાંચે: દવાની ટીકડી પીતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા મામૂસમનું મોત…

માતા-પિતા ખાસ વાંચે: દવાની ટીકડી પીતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા મામૂસમનું મોત…

સુરતમાં લિંબાયતમાં 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે આપેલી દવા ગળતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત થયું હતું. શ્વાસ રૂંધાયા બાદ બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા બાળકીને મૃત જાહેર કરાઈ હતી. લિંબાયતના મારૂતિ નગરમાં રૂસ્તમપાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારી સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. તેમની પુત્રી મુસ્કાનને બુધવારે તાવ આવ્યો હતો. જેથી નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવ્યા હતા.

મંગળવારે રાત્રે દવા લીધા બાદ મુસ્કાનની તબિયતમાં સુધારો પણ થયો હતો. બુધવારે સવારે મુસ્કાને દવાખાનેથી આપેલી દવાની ટીકડી જાતે જ ગળવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં દવાની ટીકડી તેના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાના બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

બનાવની જાણ થતા લિંબાયત પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. જોકે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરતા આખરે પોલીસે નોંધ કરી પોસ્ટમોર્ટમ વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધો હતો.

વાલીઓએ ઘ્યાનમાં રાખવા જેવી ખાસ વાત: નાના બાળકોને તાવ, ઉધરસ કે અન્ય બિમારી માટે સીરપ આપવામાં આવે છે, અથવા જો દવાની ટીકડી (ગોળી) આપવામાં આવે તો, માતા-પિતા તેને ઓગાળીને આપતા હોય છે, પરંતુ બાળકીએ જાતે દવા ગળી લેતા આ દુર્ઘટના બની છે. બાળકો માસૂમ હોય છે, જેથી કેટલીકવાર એવી હરકત કરી બેસે છે કે, જીવ જોખમમાં મુકાઈ જાય, જેથી માતા પિતા માટે ચેતવણી સમાન આ કિસ્સો માનવામાં આવી રહ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *