નાની ઉંમરે વાળ સફેદ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, તેમાંના કેટલાક આનુવંશિક હોય છે અને કેટલીક વાર બેદરકારીને કારણે વાળ સફેદ થાય છે. ખોટો આહાર અને શરીરમાં પોષક તત્ત્વોના અભાવને કારણે પણ લોકો અકાળે સફેદ વાળની સમસ્યાથી પીડાય છે.
આજના સમયમાં તાણ અને ધૂળની વચ્ચે લોકોના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેમના વાળને પણ અસર થઈ રહી છે. આને કારણે વૃદ્ધો જ નહીં પણ યુવાનોના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો ઘણા રાસાયણિક સમૃદ્ધ વાળના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આમાં રહેલા રસાયણો વાળને વધુ નુકસાન પહોંચાડે છે. જ્યારે ઘરેલું પદ્ધતિઓનો ઉપયોગ વાળને કાળા પણ રાખે છે અને તેની કોઈ આડઅસર થતી નથી.
કાળા અને ચળકતા વાળ માટે મહેંદીનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. જો કે, મહેંદીમાં કેટલીક વસ્તુઓનું મિશ્રણ કરીને તમે તેને વધુ અસરકારક બનાવી શકો છો, જેના વિશે આજે અમે તમને તેના વિશે માહિતી આપવાના છીએ.
કોફી : સૌ પ્રથમ કોફી પાવડરને પાણીમાં સારી રીતે ભળી દો. તે પછી આ કોફી મિશ્રણને મહેંદી પાવડરમાં નાંખો અને મિક્સ કરો. ત્યારબાદ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરીને મિક્સ કરો. આ મિશ્રણને વાળ અને માથાની ચામડી પર યોગ્ય રીતે લગાવો અને તેને ઓછામાં ઓછા 2 થી 3 કલાક માટે છોડી દો. આ પછી વાળને પોલિથીનથી ઢાંકી દો જેથી રંગ સારી રીતે ચઢી જાય પછી વાળને શેમ્પૂથી ધોઈ લો અને કન્ડિશનર લગાવો. આ મિશ્રણને ત્રણ અઠવાડિયામાં એકવાર લાગુ કરો, જેનું પરિણામ ટૂંક સમયમાં જોવા મળશે.
ચાની ભૂકી : મહેંદીમાં ચા ની ભૂકી ઉમેં વાળને રંગ આપવા માટે પણ વપરાય છે. આ માટે ચા ની ભુકીને પાણીમાં ઉકાળો અને તેમાં મહેંદી પાવડર મિક્સ કરીને તેને આખી રાત છોડી દો. આના ઉપયોગથી વાળમાં વાસીપણું રહેશે નહીં અને તે પહેલા કરતા વધારે નરમ દેખાશે. ચામાં ટેનીન તત્વો હોય છે જે વાળને ચમકવા તેમજ તેમને નરમ બનાવે છે, તેથી જ્યારે પણ વાળમાં મહેંદી લગાવશો ત્યારે તેમાં કેટલીક કુદરતી વસ્તુઓ મિક્સ કરો જેથી વાળ રંગીન થવા સાથે વાળને પોષણ પણ મળી રહે છે.
ઈંડુ : ઈંડું એ વાળ ને પોષણ તત્ત્વો આપનાર પૈકી એક માનવામાં આવે છે, જે તમારી વાળ ની ડ્રાયનેસને દૂર કરવા માં મદદરૂપ બને છે. ઈંડા માં પુષ્કળ પ્રમાણ માં પ્રોટીન, સલ્ફર, સિલિકોન, વિટામિન ડી, વિટામિન ઇ વગેરે મળી આવે છે. જે તમારા વાળ ને આવશ્યક પોષણ પૂરું પાડે છે. જો તમે ઇચ્છતા હોવ તો ઈંડા ની ખુશ્બૂ તમારા વાળ માં ના આવે તો તેને મહેંદી માં સારી રીતે પેસ્ટ કરવી અને માથા માં લગાવીને અડધો કલાક પછી શેમ્પૂ વડે હેર સાફ કરી લેવા જેથી તમારા વાળ માં કોઈપણ પ્રકાર ની ખુશ્બૂ નહીં આવે અને તમારા વાળ સુંદર તથા લાંબા બનશે.