આ છોકરીના કારણે મહાદેવનું મંદિર 18 વર્ષથી બંધ હતું, જાણો એવું તો શું કર્યું આ છોકરીએ…

આ છોકરીના કારણે મહાદેવનું મંદિર 18 વર્ષથી બંધ હતું, જાણો એવું તો શું કર્યું આ છોકરીએ…

ઉત્તર પ્રદેશના કુડાના ગામની આ વાત છે. આ ગામમાં જાતિવાદ ખૂબ જ વધુ પ્રમાણમાં ચાલી રહ્યો હતો ઉંચી જાતિના લોકો નીચી જાતિના લોકોને હેરાન કરતા હતા. ગામના ઠાકોરે ઉંચી જાતિના લોકો માટે મહાદેવનું અલગથી મંદિર બનાવ્યું હતું, જેમાં નીચી જાતના લોકો માટે પ્રવેશ બંધ હતો બહાર બોર્ડ પણ લગાવેલુ હતું કે નીચી જાતિનુ કોઈ પણ માણસ અંદર જશે તો આ મંદિર ૧૮ વર્ષ સુધી બંધ રહેશે.

મંદિરની બહાર ધ્યાન રાખવા માટે માણસ પણ મુકેલા હતા. નીચી જાતિના લોકો મંદિરની બહાર થી દર્શન કરીને જતા રહેતા હતા. એક પાંચ વર્ષની છોકરી જેનું નામ વૈષ્ણવી હતું તે નીચી જાતની હતી રમતા રમતા તેનો બોલ મંદિરની અંદર જતો રહે છે તે સમયે જે લોકો મંદિરનું ધ્યાન રાખતા હતા એ લોકોનું ધ્યાન હતું નહી તે સમયે વૈષ્ણવી મંદિરની અંદર બોલ લેવા જતી રહે છે.

તે જ સમયે ગામના ઠાકોર મંદિરમાં આવી જાય છે તેને અંદર જોઈને ખુબ જ ગુસ્સે થઈ જાય છે અને મંદિરના વોચમેનને કહીને આ છોકરીને બહાર નીકાળી દે છે અને એક બેઠક બોલાવે છે અને તેમાં નિર્ણય લેવાય છે કે તેમની બધી જમીન ગામના ટ્રસ્ટીને આપી દેવી અને તેમના પરિવારને ગામની બહાર કાઢી મૂકવામાં આવે છે. અને ૧૮ વર્ષ સુધી મંદિરને પણ બંધ કરવામાં આવે છે.

જોતજોતામાં 18 વર્ષ પૂરા થઈ ગયા જ્યાં ગામના ઠાકોરો ધૂમધામથી મંદિર ખોલવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં પાંચ વર્ષની વૈષ્ણવી 23 વર્ષની થઈ ગઈ હતી જે કલેક્ટર બની ગઈ હતી અને તેનું પોસ્ટિંગ ઉત્તર પ્રદેશના કુડાણા ગામમાં થયું હતું. ગામડા ઠાકોર લોકોને તે એક લેટર મોકલે છે અને કહે છે કે આ મંદિરને હું ખોલીશ.

ઠાકોર લોકોએ વિચાર્યું કે બીજી જાતના લોકો તો કલેક્ટર બની ના શકે એટલે તેમને હા પાડી દીધી જ્યારે વૈષ્ણવી મંદિરને ખોલવા માટે આવે છે ત્યારે તેનો ઠાઠ કંઈક અલગ જ હોય છે તેને મંદિરને ખોલ્યુ અને મહાદેવના દર્શન કર્યા પછી ગામના ઠાકોરોને બતાવ્યું કે હું એ જ વૈષ્ણવી છું કે તમે લોકોએ પાંચ વર્ષની ઉંમરમા મને ધક્કા મારીને આ મંદિરમાંથી કાઢી મુકી હતી. અને આજે મે આ મંદિરનો દરવાજો ખોલ્યો છે.

આ વાત સાંભળીને બધા જ ઠાકોરોની બોલતી બંધ થઈ જાય છે એમણે વિચાર્યું કે ફરીથી 18 વર્ષ આ મંદિર બંધ રાખવું પડશે. પરંતુ વૈષ્ણવી ગામની કલેકટર હતી એટલે તેને ઠાકોરોનો એક પણ નિયમ ન માની જાતના જ નિયમ બનાવ્યા કે બધા જ લોકો મંદિરમાં દર્શન કરવા માટે જઈ શકશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *