જોવો ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, જેનો સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે-ઘરે કરી શકે વાત

જોવો ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, જેનો સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે-ઘરે કરી શકે વાત

ગુજરાત રાજ્યમાં ઘણા એવા ગામો જોવા મળે છે જે ખૂબ શાનદાર અને ખૂબસૂરત હોય છે. આજે આપણે જે ગામની વાત કરવાના છીએ તે એકવખત જાણીને તમને અવશ્ય લાગશે કે ગુજરાત રાજ્યના ગામડાઓ હવે શહેર સાથે સ્પર્ધા કરવા લાગ્યા છે. વાત છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલકાના હાંડીયા ગામની.

આશરે 2000 વ્યક્તિઓની વસ્તી ધરાવતું હાંડીયા ગામ વીરપુર તાલુકના 62 ગામો પૈકી પ્રથમ સ્થાન ધરાવે છે. એક સુંદર અને સ્વચ્છ ગામમાં હોવી જોઈએ તેવી બધી જ સુખ સગવડો હાંડીયા ગામમાં છે. સમગ્ર ગામ આરોનું સ્વચ્છ પાણી પીવે છે. આ સુંદર ગામમાં આશરે 50 જેટલાં CCTV કેમરા લગવવામાં આવ્યા છે. ગામના દરેક ખૂણે ગામ બહાર બે કિલોમિટર સુધી વાઈફાઈની સગવડ પ્રાપ્ત થઈ જાય છે . દરેક ચાર રસ્તા પર સોલાર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેમાં કારણે એલઈડી લાઈટ ચાલે છે અને ગામ રાત્રે સુંદર લાગે છે.

ગામમાં કોઈપણ ખૂણામાં તમને ધૂળ કે માટી દેખાવા નહીં મળે : હાંડિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી અને અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જોવા મળે છે. આ સિવાય સમગ્ર ગામમાં બધા ઘરો ગટર જોડે સંકળાયેલા છે અને 100 ટકા ટોયલેટ છે. સમગ્ર ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી દેખાવા નહીં મળે, કેમ કે બધા જ રસ્તાઓ આરસીસીના બનાવી દેવામાં આવ્યા છે. તે સિવાય બાળકો માટે આધુનિક સાધનો જોડે પ્લે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. પંચાયત દ્વારા ગામ માટે પોતાનુ ફોગીંગ મશીન બનાવાવમાં આવ્યું છે અને મનોરંજન માટે ઓપન એર થીયેટર પણ બનાવવામાં આવ્યુ છે.

આખા ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ : આટલું જ નહીં ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં ગામના ઘરે ઘરે સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેના લીધે સરકારી યોજનાઓ કે લોકઉપયોગી કામોની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય ગામના સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી વ્યક્તિઓને સંબોધી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ગામના માણસો 8 હજારથી વધુ સરગવા અને 10થી વધુ સાગના વૃક્ષો આવી પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ નિભાવે છે

ગામનું એક પણ ઘર નોકરીથી નથી વંચિત : હાંડિયા ગામની આશરે 2 હજાર લોકો 200 ઘર છે. ગામમાંથી 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો તથા ક્લાસ 1-2 અધિકારીઓ તૈયાર થયા છે. જે જિલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં બીજી જગ્યાએ નોકરી કરે છે. ગામમાં આશરે એવું ભાગ્યે જ કોઈ ઘર હશે, જે નોકરીથી વંચિત હશે.

ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ : હાંડીયા ગામમાં બારોટ, પ્રજાપતિ , સુથાર, વાળંદ, પંચાલ વગેરે જ્ઞાતિના લોકો હળીમળીથી રહે છે. ગામમાં સામાન્ય ઝઘડાને વડીલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *