કુદરતી વસ્તુથી તમારા વાળને બનાવી દો એકદમ હેલ્ધી, જાણો કેવી રીતે

0
881

મિત્રો આજે ગુજરાતી જ્ઞાન માં અને લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, તમને જણાવીએ કે તે આજે કે તે આ એવી વાતમાં કોઈ બેમત નથી કે સુંદર, કાળા તથા આકર્ષક વાળ યુવતીની સુંદરતામાં તથા આકર્ષતા માં મ વધારો કરે છે. અગાઉના સમયમાં વાળની કાળજી માટે સ્ત્રીઓ જાતજાતના ઘરગથ્થુ ઉપાય અજમાવતા અને વાળને કાળા, ઘટ્ટ, મજબૂત તથા ચમકદાર બનાવતા. હમણાંની સમયની વાત કરીએ તો યુવતીઓ વિવિધ પ્રકારના શેમ્પૂ તેમજ અન્ય કેમિકલયુક્ત તથા તેના ઉપયોગ કરે છે. તેનાથી વાળને પોષકતત્ત્વો મળવાને લીધે વાળ નબળા પડી તૂટવા લાગે છે તેમજ અકાળે સફેદ થવા લાગે છે. વાળની આ બધી તકલીફમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય તમને કહીશું.

ખાટા દહીંમાં ચમચી જેટલી ફટકડી તથા થોડી હળદર નાખી તેને બરાબર ભેગી કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળનાં મૂળિયાંથી લઈને છેડા સુધી લગાવી રાખો અને ત્રીસ મિનિટ રહેવા દો. ત્રીસ મિનિટ બાદ વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. વાળમાંથી જેટલી પણ ગંદકી દૂર થશે અને કોઈ ચેપ લાગ્યો હોય તો તે પણ દૂર થશે. તેમજ થોડા સમયમાં વાળ ચમકવા લાગશે.

વાળને ધોયા બાદ ગોળાકાર હેરબ્રશથી ઓળો. ત્યારબાદ હળવા હાથે આંગળીઓને માથામાં ઉપરથી લઈ નીચે સુધી આંગળીઓ ફેરવી મસાજ કરો. આવું કરવાથી માથામાં બ્લડ સરક્યુલેશન સારું થાય છે અને વાળ એકદમ સુંદર તથા મુલાયમ રહે છે.

સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત ઓલિવ ઓઈલથી વાળમાં અવશ્ય માલિશ કરો. જેનાથી વાળ સફેદ થવાનું સંપૂર્ણ બંધ થઈ જશે અને વાળ એકદમ સ્થિર તથા મજબૂત બનશે.

ધૂળ તથા પ્રદૂષણને લીધે માથાના વાળ એકદમ શુષ્ક તથા નિસ્તેજ બની જાય છે. તેનાથી રાહત મેળવવા હંમેશાં સારા શેમ્પૂનો જ ઉપયોગ કરવો અને સારી ક્વોલિટીનું હેર ટોનિક અવશ્ય લગાવવું જોઈએ.

કુદરતી વસ્તુનો ઉપયોગ કરીને વાળને સુંદર અને તંદુરસ્ત બનાવી શકાય છે. વાળને એકદમ રીતે ધોયા પછી તાજી મેંદીનાં પાન ઘસીને તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવવી. મેંદી સુકાઈ ગયા પછી વાળ પાણીથી ધોઈ લો.

સપ્તાહમાં એક વખત વાળમાં તેલની માલિશ જરૂર કરવું જોઈએ. આમ કરવાથી વાળને કસરત મળે છે અને વાળ મજબૂત બને છે. તે સિવાય માથામાં બ્લડ સરક્યુલેશન પણ સારી રીતે થાય છે.

ભૂલથી પણ વાળ સાથે વધુ પડતા પ્રયોગ ટાળવા. વધારે પડતા ઉપચાર કરવાથી વાળ નબળા બને છે અને તૂટવા લાગે છે.

વાળની સાફસફાઈમાં ક્યારેય પણ આળસ કરવી નહીં. વાળનાં મૂળિયાંમાં પરસેવો થતા વાળને નુકસાન થાય છે. તેનાથી બચવા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત વાળને ધોવા આવશ્યક છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here