કોને કહેવાય પિતૃ અને કોને કહેવાય સુરાપુરા જાણો બંનેમાં શું છે ફરક….

કોને કહેવાય પિતૃ અને કોને કહેવાય સુરાપુરા જાણો બંનેમાં શું છે ફરક….

ભાદરવા મહિનાની પૂર્ણિમાથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. તમને જણાવી દઈએ કે, પિતૃપક્ષ આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી ચાલે છે. પિતૃપક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન પૂર્વજો સંબંધિત કામ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને પૂર્વજોને મોક્ષ મળે છે.

પિતૃઓ કોને કહેવાય ?
પિતૃઓ કોને કહેવાય જે દેવલોક પામ્યા હોય બાળક, યુવાન કે વૃધ્ધ, સ્ત્રી કે પુરૂષ કોઈ પણ હોય દેવલોક પામ્યા પછી એમને પિતૃ કહેવામાં આવે છે.

આપણી ઉપર ત્રણ ઋણ હોય છે (1) દેવ ઋણ (2) ઋષી ઋણ (3) પિતૃ ઋણ. જયારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે ગર્ભરુપિ નરકમાંથી મુક્તિ આપો. હું ધર્મનું આચરણ કરીશ એવું વચન આપે છે અને પરમાત્માએ બાળકને જન્મ આપે એટલે પ્રથમ ઋણ દેવનું હોય છે. પછી આવે ઋષીઋણ ધર્મનું આચરણ કેવી રીતે કરવું જીવન કેવી રીતે નિર્વાહ કરવું એ ઋષિમુનિઓ દ્વારા જે સિધ્ધાંતો અને ધર્મ જ્ઞાન, મનુષ્યને પ્રાપ્ત થયું છે એટલે મનુષ્ય જાતિ ઉપર ઋષિઋણ લાગે છે.

ત્રીજા નંબરમાં આપણા માતા પિતાનું અને મોસાળપક્ષનું પિતૃ ઋણ લાગે છે જે માતા પિતાએ જન્મ આપ્યો.

સુરાપુરા કોને કહેવાય ?

સુરાપુરા એટલે સુરા કહેતા સત્ય અને પુરા કહેતા પૂર્ણ બાપુ. સુરાપુરા ક્યારે કહેવાય જ્યારે કોઈ દીકરી ની વારે ચડયા હોય કે ગાય ની વારે ચડયા હોય જેને રક્ષા અર્થે જેનો દેહ છોડયો છે એ પૂર્ણ છે પૂર્ણ હમેશા જીવંત રહે એટલે હિન્દુ ઓ સુરાપુરા ને માનવા લાગ્યા છીએ. પોતાના કુળ ના રક્ષા ખાતર કે કલ્યાણ અર્થે જેને પોતાના દેહ નો ત્યાગ કાર્યો હોય તેને સુરાપુરા કહેવાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *