ખૂબ પૈસા કમાવવા હોય, તો સવારે ઉઠતાની સાથે જ આ મંત્રનો 3 વાર કરી દો જાપ, જીવનમાં થઇ જશો માલામાલ

0
941

દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે અને આ માટે તેઓ સખત મહેનત પણ કરે છે. પરંતુ તે જરૂરી નથી કે જે વ્યક્તિ સખત મહેનત કરે તેને સફળતા મળે. ઘણા લોકો, સખત મહેનત કરવા છતાં, જ્યાં પહોંચવા માંગતા હોય ત્યાં પહોંચી શકતા નથી. પરંતુ કેટલાક લોકો મહેનત કર્યા વિના પણ બધું મેળવે છે. કોઈ પણ જાતની મહેનત કર્યા વિના તે સફળતાની ઊંચાઈને સ્પર્શ કરી લે છે. આવા લોકો ઓછા હોય છે પરંતુ તેમનું નસીબ ખૂબ સારું હોય છે. આજના સમયમાં નોકરીઓ ઘણી ઓછી અને લોકોની સંખ્યા વધારે થઇ ગઈ છે.

લાખો પ્રયત્નો કરવા છતાં પણ તેઓ જોઈતી નોકરી મેળવી શકાતી નથી. આને કારણે, મોટાભાગના લોકો પરેશાન થઈ જાય છે અને ડિપ્રેશનનો શિકાર બને છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે જીવનમાં કેવી સફળતા મેળવી શકો છો. આજે અમે તમને એવા 3 ખૂબ જ ફાયદાકારક મંત્રો જણાવીશું. જે તમને સફળ બનવામાં મદદ કરશે. ચાલો જાણીએ સફળતાના તે 3 મંત્રો કયા કયા છે.

પ્રથમ મંત્ર

मंगलम् भगवान विष्णु मंगलम् गरुड़ ध्वज I
मंगलम् पुंडरीकाक्ष मंगलाय तनो हरी I

જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે હંમેશા ખુશ રહે છે. આ મંત્રનો જાપ કરવાથી તેને સુખ અને સમૃદ્ધિ મળે છે. વ્યક્તિના બધા અટકેલા કામ પૂરા થાય છે. પરંતુ આ મંત્ર બોલવાનો યોગ્ય સમય છે. તમે આ મંત્ર સવારે બોલશો તો આ મંત્રનો ફળ મળશે. જો તમે આ થોડા દિવસો સુધી સતત કરો છો, તો તમને ફરક દેખાવાનું શરૂ થશે.

બીજો મંત્ર

गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर I
परमब्रह्मा तस्मै श्री गुरुवे नमः I

સફળતા પ્રાપ્ત કરવા માટે આ બીજો મંત્ર છે. આ મંત્રનો જાપ દરરોજ સવારે કરવો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે, ત્યારે આ દ્વારા તે ગુરુને નમન કરે છે અને તેમના તરફથી જીવનમાં શાંતિ મેળવે છે. વ્યક્તિની સફળતા પાછળ કોઈ ગુરુનો ચોક્કસપણે હાથ હોય છે અને તેથી આપણે દરરોજ સવારે ઉઠીને તેને નમવું જોઈએ. દરરોજ જાપ કર્યા પછી તરત જ બદલાવ જોવા મળશે.

ત્રીજો મંત્ર

कराग्रे वसते लक्ष्मी कर मध्ये सरस्वती I
कर मूले गोविंदाय प्रभाते कर दर्शनम् I

આ સફળતાનો ત્રીજો મંત્ર છે. આ મંત્રનો જાપ સવારે પથારીમાં બેસીને કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતી વખતે તમે તમારા બંને હાથ આગળ લો અને તેને કોઈ પુસ્તકની જેમ ખોલો અને પછી મંત્રનો જાપ કરો. ખુલ્લા હાથ તરફ જોઈને જો તમે આ મંત્રનો જાપ કરશો તો જ તમને ફળ મળશે. આ મંત્રનો જાપ દરરોજ કરવાથી તમે તમારા જીવનમાં ફરક અનુભવશો અને તમને આનંદ અને શાંતિ મળશે.

તો સફળતા માટે આ 3 મંત્રો હતા. વિજ્ઞાન દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે પરંતુ તેની મર્યાદા હોય છે. પરંતુ વિશ્વાસની કોઈ મર્યાદા નથી. સાચા મનથી કરેલી પ્રાર્થના ચોક્કસ પુરી થાય છે. તેથી જ ઋષિ મુનિઓ આવા અનેક મંત્રો શોધી કાઢ્યા છે. જેના જાપ કરવાથી તમામ વેદના અને દુઃખ દૂર થઈ શકે છે. જો તમને સફળતા પણ નથી મળી રહી અને પ્રયાસ કરવા છતાં વખતે તમે નિરાશ થઈ રહ્યા છો, તો આજથી જ આ મંત્રોનો જાપ શરૂ કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here