યુરિન ના રંગ પરથી જાણી લો તમારી તબિયત કેવી છે??, જાણો કેવુ છે તમારું સ્વાસ્થ્ય

0
455

કિડની ઝેરી પદાર્થોને આપણા શરીરમાંથી બહાર કાઢે છે. વિષાણુ, બેક્ટેરિયા ઉપરાંત વધારાના પ્રોટીન અને સુગર પણ પેશાબ દ્વારા બહાર આવે છે. આ જ કારણે તબિયત બગડતા ડોકટર યૂરિન ટેસ્ટ કરે છે. જો કે યુરિનના રંગ, ગંધ, ફ્લોથી સમસ્યાઓની માહિતી એકઠી કરી શકાય છે. પેશાબનો રંગ સામાન્ય રીતે પીળો હોય છે. તેનું એકમાત્ર કારણ છે પિગમેન્ટ, જેને યૂરોક્રોમ કે યૂરોબિલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ, આ માહિતીના આધારે સેલ્ફ ડાયગ્નોસિસથી રાહત મેળવી શકાય છે. કોઇ પણ પ્રકારનો યૂરિનમાં ચેન્જ થતો હોય તો તરત જ ડોકટરનું માર્ગદર્શન લેવું આવશ્યક માનવામાં આવે છે.

ચોખ્ખું યૂરિન

જયારે શરીરમાં આવશ્યક માત્રામાં પાણી હોય તો શુદ્ધ યૂરિન આવે છે. મૂત્રવદ્રક દવાઓથી પણ શુદ્ધ યૂરિન આવે છે.

ડાર્ક પીળો

શરીરમાં પાણીની માત્રા ઓછી હોય તો ડાર્ક પીળો પેશાબ થાય છે. તેને દૂર કરવા માટે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઇએ.

લાલ યુરીમ

બીટ, શલગમ, આર્યન સપ્લીમેન્ટ કે ફૂડ કલરિંગથી આ પ્રકારના રંગનો પેશાબ આવે છે.

લીલો કે વાદળી

કેટલીક દવાઓ, ફૂડ કલરિંગ અને યૂરિનરી ટ્રેકમાં ચેપના લીધે લીલો અને વાદળી પેશાબ થાય છે.

ભૂરો કે કાળો પેશાબ

એક સામાન્ય જેનેટિક ડિસઓર્ડર અલ્કાપ્ટોન્યૂરિયાના લીધે પેશાબ ભૂરો કે કાળા રંગનો થાય છે.

બ્લડ રેડ

આ યુરીનમાં લોહીના ચિન્હો જોવા મળે છે. યૂરિનરી ટ્રેકમાં ચેપ, કિડની સ્ટોન કે કેન્સર હોવાના કારણે થાય છે.
ગંધ બતાવે છે રોગ

પાણીની અછતને લીધે પેશાબમાં તીખી ગંધ આવે છે. લસણ જેવા તીખા ખાધ પદાર્થોના સેવનથી પણ આવું થઇ શકે છે. યૂરિનરી ટ્રેકમાં ચેપ, લિવર રોગ કે મેટાબોલિક ડિસઓર્ડરથી પેશાબની ગંધને બદલી શકે છે.
વધુ પ્રોટીનનાં સેવનથી પેશાબ ઝાગદાર બને છે

અનેક વખત પેશાબ થવાની એ બાબતોના સંકેત છે કે, બ્લેડર ઇન્ફલેમેશન, ઓવરએક્ટિવ બ્લેડર, ડાયાબિટીસ અને પ્રોસ્ટેટ વધેલું છે. ડિહાઇડ્રેશન, યૂરિનરી ટ્રેકમાં ચેપ કે બ્લોકેજ, દવાઓની અસર અને કિડની રોગ વગેરેના કારણે પેશાબ સાવ ઓછું આવવાની તકલીફ થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here