કાનના દુખાવાથી તમે છો પરેશાન???, તો આજે જ અપનાવો આ ઉપાય, તરત જ મળી જશે રાહત

0
263

કાનમાં મેલ જામી જાય, શરદીના લીધે દુખાવો થાય કે પછી બીજી કોઈ પણ પ્રકારની એલર્જી થાય એ એક સામાન્ય તકલીફ માનવામાં આવે છે. જો કે ઘણા માણસો સમય પર આનો ઉપચાર ન કરવાને લીધે આ તકલીફ વધી જાય છે. તમને એ વાત જાણીને નવાઇ લાગશે કે, આ બધી જ તકલીફો થી રાહત મેળવવા માટે લસણ એક સારો ઉપચાર છે. તો જાણી લો લસણના આ કેટલાક ફાયદા જે તમને કાનની તકલીફથી મદદ આપશે…

આ ઉપાય કરવા માટે લસણની કળીને લઈને વાટી લો. હવે તેને કપડામાં ભેગી કરીને કાન પર રાખો. લગભગ અડધો કલાક આ કપડાને કાન પર મૂકી રાખો. ત્યાર પછી તેને દૂર કરી લો. આમ કરવાથી થોડા સમય પછી તમારા કાનનો દુખાવો તરત જ દૂર થઇ જશે.

લસણની કળીઓને કોઈ કઠોર વસ્તુ જોડે દબાવી મસળી લો, અને તેમાંથી રસ કાઢી કાનમાં નાખો. આ પ્રક્રિયા કરવાથી કાનના દુખાવાની જોડે જોડે તેમાં લાગેલી એલર્જી પણ દૂર થઇ જશે.

સરસવના તેલમાં લસણની કળી ઉમેરી તેને ગરમ કરો. જ્યારે આ તેલ ગરમ થઈ જાય ત્યારે એક-બે ટીંપા કાનમાં ઉમેરો અને રૂ લગાવી દો. એ વાતનું ધ્યાન રહે કે તેલ ગરમ ન હોય. નહીં તો આ તમારા કાનના પડદાને તકલીફ થઈ શકે છે.

લસણને ઉકાળીને મીઠા જોડે મિશ્ર કરી લો અને ત્યારપછી એ લેપને કાન કે કાનના પાછળના ભાગમાં લગાવી દો. જેનાથી તમને દુખાવામાં પણ રાહત મળશે અને કાનમાં રહેલો મેલ પણ બહાર આવી જશે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here