ઇન્ફેક્શન ને કારણે ગળામાં થઇ રહ્યો છે દુઃખાવો અને ઉધરસ??, તો આજે જ અપનાવી લો આ દેશી ઉપાય…

0
4307

વ્યક્તિના સ્વાસ્થ્ય પર બદલાતી ઋતુની અસર ખૂબ જ ટૂંક સમયમાં જોવા મળે છે. બદલાતા હવામાનને લીધે, શરદી, ખાંસી, કફ, ગળામાં દુખાવો અને ચેપ જેવી સમસ્યાઓ વ્યક્તિને જકડી લે છે. હકીકતમાં આપણા ગળામાં બંને બાજુ કાકડા હોય છે જે ગળાને જંતુઓ, બેક્ટેરિયા અને વાયરસથી સુરક્ષિત કરે છે પરંતુ જ્યારે આ કાકડા પર ચેપ લાગે છે ત્યારે આપણને ઘણી સમસ્યાઓ થાય છે. તેમ છતાં, ચેપ એન્ટીબાયોટીક અને યોગ્ય કાળજીથી દૂર કરી શકાય છે, પરંતુ જો તેની કાળજી લેવામાં ના આવે તો આ સમસ્યા ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આ સિવાય હવામાન પ્રમાણે તમારા ખોરાક પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી તમે ચેપને ટાળી શકો.

જો તમે પણ ચેપનો શિકાર છો, તો પછી તમે યોગ્ય ઉપાય અપનાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. ગળાનો દુઃખાવો અને ઉધરસ એ ચેપનું પહેલું લક્ષણ માનવામાં આવે છે, જો તમે તેની તાત્કાલિક સારવાર કરો છો તો તેનાથી જલ્દી રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ લેખ દ્વારા કેટલાક આવા ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ગળાના દુખાવા, ઉધરસ અને ચેપની સમસ્યાઓથી તાત્કાલિક રાહત મેળવી શકો છો.

ગરમ પાણી : જો તમને ગળું દુખતું હોય તો તમે રાહત મેળવવા માટે ગરમ પાણીથી ગાર્ગલ કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચપટી મીઠું નાંખો અને દિવસમાં ત્રણથી ચાર વખત આ પાણીથી ગાર્ગલ કરો. આ ઉપાયથી ગળાના દુખાવા મટે છે અને ચેપ પણ દૂર થશે.

લસણ : લસણને આરોગ્યની દ્રષ્ટિથી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, લસણમાં કુદરતી એન્ટિસેપ્ટિક ગુણધર્મો છે, જે ચેપથી સુરક્ષિત કરે છે. લસણ અને લવિંગને મોઢામાં મૂકીને ચૂસવામાં આવે તો તેનો રસ ગળામાં જાય છે અને તમારા ગળામાં રાહત મળે છે.

વરિયાળી : ખાધા પછી વરિયાળીનું સેવન કરવું જોઈએ. કારણ કે વરિયાળી આ સમસ્યાને મટાડવામાં મદદ કરે છે અને બંધ ગળું ખુલી જાય છે.

વરાળ : જો તમને તમારા ગળામાં ભારેપણું અથવા દુખાવો લાગે છે, તો આ સ્થિતિમાં તમે તરત વરાળ લઈ શકો છો. આ માટે તમે કોઈ વાસણમાં પાણી ગરમ કરી શકો છો અને ત્યારબાદ તેને ટુવાલ વડે માથું ઢાંકીને વરાળ લઈ શકો છો, આ કરવાથી, તમને ગળાના દુખાવામાં રાહત મળે છે.

મસાલા ચા : શિયાળાની ઋતુમાં શરદી કફ હોવું સામાન્ય છે, જો તમારે તેનાથી બચવું હોય તો આ માટે લવિંગ આદુ તુલસી અને કાળા મરીને પાણીમાં નાખીને ઉકાળો અને ચા પીવાથી તમારા ગળા સાથે સંકળાયેલી સમસ્યાઓથી તરત જ છૂટકારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here