પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો નહીં તો પૂજા અમાન્ય કહેવાશે…

પૂજા કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો નહીં તો પૂજા અમાન્ય કહેવાશે…

ધર્મ ગ્રંથોમાં પૂજા પાઠ સંબંધિત ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાતો વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન ન રાખવામાં આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. તેની સાથે જ તમારી પૂજા માન્ય રહેતી નથી. એટલા માટે દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. જો તમે કેટલીક ભૂલ કરો છો તો માનવામાં આવે છે કે તમારા શુભફળના સ્થાને દેવી-દેવતાઓના ક્રોધના ભાગીદાર બનવું પડી શકે છે. જાણો, પૂજા કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

હિન્દૂ સનાતન ધર્મમાં પંચદેવ માનવામાં આવ્યા છે પ્રત્યેક દિવસ પૂજા કરતી વખતે આ પંચ દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઇએ. ત્યારે તમને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવ, શ્રી ગણેશ, મા દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવ્યા છે. પ્રત્યેક દિવસ પંચદેવોની પૂજા કરવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે છે.

કોઇ પણ દેવી-દેવતાની પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન ચોક્ક્સપણે રાખવું જોઇએ કે ક્યા દેવની પૂજામાં શું વર્જિત માનવામાં આવે છે, નહીં તો તમને શુભ ફળની પ્રાપ્તિના સ્થાને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભગવાન શિવની પૂજામાં હળદર, કુમકુમ, તુલસી અને કેતકીના ફૂલ ન ચઢાવવા જોઇએ. આ ઉપરાંત ભગવાન ગણેશની પૂજામાં પણ તુલસી વર્જિત માનવામાં આવે છે. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ ન ચઢાવવા જોઇએ.

પૂજા-પાઠમાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જો કોઇ સ્નાન કર્યા વગર ફૂલ, પાંદડાં તોડીને ભગવાનને અર્પણ કરે છે તો આ પૂજામાં માન્ય રહેશે નહીં. તુલસીને ક્યારેય ભૂલથી પણ સ્નાન કર્યા વગર અથવા તો હાથ ધોયા વગર ન તોડવા જોઇએ. આ વાતનું પૂરતું ધ્યાન રાખો કે જ્યાં તમારું પૂજાનું સ્થળ છે તેના ઉપર કોઇ પણ પ્રકારનો ભારે સામાન અથવા કબાડ ન રાખવું જોઇએ.

દેવી-દેવતાઓને તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઇએ. જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો છે તો તેને ડાબી બાજુ રાખો અને તેલનો દીવો પ્રગટાવ્યો છે તો તેને જમણી બાજુ રાખો. પૂજા બાદ ભગવાનને ભોગ અવશ્ય ચઢાવવું જોઇએ. દેવ-દેવતાઓને ક્યારેય પણ વાસી ફૂલ પત્ર અર્પણ ન કરવું જોઇએ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *