ગરૂડ પુરાણ: મૃત્યુ સમયે આ એક વસ્તુ પણ સાથે હોય તો યમરાજના દંડથી મુક્તિ મળી જાય છે…

ગરૂડ પુરાણ: મૃત્યુ સમયે આ એક વસ્તુ પણ સાથે હોય તો યમરાજના દંડથી મુક્તિ મળી જાય છે…

મૃત્યુ અને ત્યાર પછીના જીવનને લઇને ગરૂડ પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.. તેમાં વ્યક્તિના કર્મ અનુસાર મળતાં ફળ અને ત્યારબાદ સ્વર્ગ-નરકના જીવન વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર જો અંતિમ સમયે વ્યક્તિ પાસે કેટલીક ખાસ વસ્તુઓ હોય તો તેને યમરાજનો દંડ મળતો નથી અને તેનું મૃત્યુ શાંતિથી થાય છે.

જો સાથે આ વસ્તુઓ રાખવામાં આવે તો સરળતાથી જીવ નિકળે છે:

ગંગાજળ: હિન્દૂ ધર્મ શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ શુભ અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે ગંગાજળ પાપ ધોવાની સાથે-સાથે મોક્ષ પણ આપે છે. આ મનોકામનાથી ગંગાના ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ગરૂડ પુરાણ અનુસાર જે સમયે વ્યક્તિના પ્રાણ નિકળી રહ્યા હોય, તે સમયે તેના મોંઢામાં ગંગાજળ આપવાથી તેમની આત્માને યમલોકમાં કોઇ દંડ ભોગવવો પડતો નથી. આ સાથે જ તેમને મુક્તિ મળે છે.

તુલસી: તુલસીનો છોડ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. મૃત્યુશૈય્યા પરના વ્યક્તિના મોંઢામાં તુલસીનાં પાંદડાં મુકવામાં આવે અથવા તેના માથા પાસે તુલસીનો છોડ રાખી દેવામાં આવે તો તેને પ્રાણ ત્યાગી દેવામાં ખૂબ જ સરળતા રહે છે.

શ્રીમદ્ભગવદ ગીતાનો પાઠ: કર્મ અને ફળથી લઇને જીવનના સાર સુધી શ્રીમદ્ભગવદ ગીતામાં જીવન-મૃત્યુથી સંકળાયેલી કેટલીય મહત્ત્વની બાબતો દર્શાવવામાં આવી છે. માન્યતાઓ અનુસાર જો કોઇ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો તેને ગીતા સંભળાવવાથી તેને યમરાજના દંડથી તો મુક્તિ મળે જ છે, તેને મોક્ષ પણ મળે છે.. જો શક્ય હોય તો મૃત્યુ પામનાર વ્યક્તિ પોતે પણ કેટલાક શ્લોક વાંચે તો ઘણું સારું રહેશે.

ઈશ્વરનું નામ લેવું: ગરૂડ પુરાણ અનુસાર પ્રાણ નિકળતી વખતે જો વ્યક્તિ મનમાં માત્ર પ્રભુનું નામ જ જાપતા રહે તો તેવા વ્યક્તિને પણ યમરાજનો દંડ નથી મળતો. આ સાથે જ તેને પ્રભુના ચરણોમાં સ્થાન મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *