દીકરીને કૂખમાં જ મારવા માગતી હતી દાદી, હવે IAS બની તો રસ્તા વચ્ચે કર્યો ડાન્સ

દીકરીને કૂખમાં જ મારવા માગતી હતી દાદી, હવે IAS બની તો રસ્તા વચ્ચે કર્યો ડાન્સ

ઝુંઝુનુ ચારાવાસ ગામની દીકરી નિશા ચાહરે UPSCમાં 117મો રેન્ક હાંસલ કર્યો છે, પણ નિશાને આ ઉપલબ્ધી પહેલાં ઘણું દુખ વેઠવું પડ્યું હતું. નિશાની દાદીને પૌત્ર જોઈતો હતો. જ્યારે છોકરી થઈ તો તે ખુશ થઈ નહીં, પણ હવે નિશા IAS બનતા દાદી એટલાં ખુશ થઈ ગયા કે, તે ડીજેના તાલે ડાન્સ કરવા લાગ્યા હતાં.

નિશા ચાહરની દાદી નાનચીદેવીએ જણાવ્યું કે, તેમના દીકરા રાજેન્દ્રની પત્ની ચંદ્રકલાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેના લીધે આખા ઘરમાં સન્નાટો પ્રસરી ગયો હતો. તે ખુશ નહોતા, પણ દીકરાએ પૌત્રીની જવાબદારી તેમને સોંપી દીધી હતી. નિશાનું બાળપણ તોફાન અને નટખટની સાથે-સાથે નાના-નાની અને દાદાના પ્રેમ આગળ દાદી પણ ઝૂકી ગયા હતાં.

નિશાની ઉપલબ્ધિ પર દાદીને એટલી ખુશી થઈ કે, UPSCનું પરિણામ આવતાં જ તેમણે મિઠાઈ વેંચી હતી. ડીજેના તાલે ડાન્સ કર્યો હતો અને ખુશીથી તે આખી રાત સૂઈ શક્યા નહોતાં.

પિતા શિક્ષક, કહ્યું, અંદાજો જ નહોતો
નિશા પહેલાં જ પ્રેમમાં IAS ક્લિયર કરી લેશે. તેનો અંદાજો તો તેમના શિક્ષક પિતા રાજેન્દ્ર ચાહરને પણ નહોતો. પણ તેમને એટલી ખબર હતી કે, આજ સુધી કોઈ પણ પરીક્ષામાં તે ફેઇલ ન થનારી નિશા આ પરીક્ષામાં પણ સફળ થઈ જશે.

UPSC પરીક્ષા અંગે નિશા ચાહર કરતાં વધારે તણાવ તેમના ઘરવાળા પર હતો. એટલે ઇન્ટર્વ્યૂ આપ્યા પછી ઘરવાળાએ એક વર્ષ પહેલાં તૈયારી પણ શરૂ કરી દીધી હતી. ત્યાં સુધી તે, પુસ્તકો પણ ખરીદી લીધી હતી. આ અંગે જ્યારે નિશાની દાદીને ખબર પડી તો તે પોતાના દીકરા અને વહુને ખૂબ જ વઢ્યા હતાં. દાદીએ કહ્યું કે, તેમની પૌત્રી આ વર્ષે IAS બની જશે. તેમને પૂરો વિશ્વાસ છે કે, પુસ્તકો કેમ ખરીદી છે.

પૌત્રી નિશાની સફળતા પર ખુશીથી લબરેઝ દાદી નાનચીદેવીએ જણાવ્યું કે, તે ઘણીવાર પૂજા કરતી વખતે એક ટાઈમ જ દીવા કરે છે, પણ પૌત્રીની સફળતા માટે તેમણે બેવાર દીવા પ્રગટાવ્યા હતાં. આ દીવામાં ઘી ક્યારેય પુરું થવા દીધું નથી. ભગવાન બાલાજીને એવી પ્રાર્થના કરતાં હતાં કે, પૌત્રી સફળ થઈ જાય.

પિતા રાજેન્દ્રએ કહ્યું કે, તે ક્યારેય નથી ઇચ્છતા કે, નિશા IASની સ્ટડી કરે. કેમ કે, જ્યારે 11માં ધોરણમાં વિષય પસંદ કરવાનો આવ્યો તો નિશાને બાયોલોજી માટે કહ્યું હતું. પણ, નિશાએ મેથ્સ લીધું અને તે પહેલાં કહી ચૂકી હતી કે, તે IASની તૈયારી કરશે. પિતા રાજેન્દ્રએ વિચાર્યું હતું કે, સ્ટડીમાં હોંશિયાર તેમની દીકરી બાયોલોજી લેશે તો તે ડૉક્ટર બનાવી દેશે. પછી લગ્ન કરાવી દેશે. પણ IASના નામથી ડર લાગતો હતો કે, પહેલાં એન્જિનિયરિંગમાં ચાર-પાંચ વર્ષ IASમાં નીકળી જશે. એવામાં દીકરીની ઉંમર થઈ જશે. પછી લગ્નમાં મુશ્કેલી થશે. નિશાની ઇચ્છા આગળ રાજેન્દ્રએ કંઈ કહ્યું નહીં. નિશાની જે ઇચ્છા હતી, તે બધુ આપ્યું. ત્યાં સુધી કે, બિરલા બાલિકા વિદ્યાપીઠમાં તેણે ભણવાની ઇચ્છા વ્યક્ત કરી તો ચાર લાખ વર્ષે ફી હોવા છતાં તેને ત્યાં એડમિશન અપાવ્યું.

નિશાએ પોતાના બાળપણને યાદ કરતાં કહ્યું કે, તેને યાદ છે કે, પહેલીવાર તે થપદ જ સ્કૂલ ગઈ હતી. પિતા રાજેન્દ્ર તે સમયે તેમના જ ઢાણી ઝાડવાલી તન ચારાવાસમાં ટીચર હતાં. ત્યારે એક દિવસ તે પોતાના પિતાની પાછળ-પાછળ સ્કૂલે જતી રહી હતી. જેની કોઈને ખબર નહોતી. પણ રસ્તા વચ્ચે ગરમ માટીમાં તેમના પગ દાઝી ગયા અને તે રડવા લાગી હતી. ત્યારે ગામ લોકોએ તેમના પિતા પાસે પહોંચાડી હતી. તે દિવસ પછી પ્રાઇમરી એજ્યુકેશન માટે રાજેન્દ્રએ પોતાની સાથે નિશાને સરકારી સ્કૂલે લઈ જવા લાગ્યા હતાં.

નિશાએ જણાવ્યું કે, તે બાળપણથી જ કલેક્ટર બનવા માંગતી હતી. પણ તેમને ખબર નહોતી કે, કોણ બને છે અને કેવી રીતે બને છે. તેમણે જણાવ્યું કે, ક્યારેય ઝુંઝુનુ જવું હોય તો ત્યાં કલેક્ટરના બંગલાના સામેથી પસાર થતી હતી. ત્યારે તે વિચારતી હતી કે, હું મોટી થઈને કલેક્ટર બનીશ ત્યારે આવાં બંગલામાં રહીશ. ગોડી હશે અને દરેક સુખ-સુવિધા પણ હશે.
નિશા ચાહરે જણાવ્યું કે, તે પ્રી, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પછીના ફાઇનલ રિઝલ્ટ આવ્યા પહેલાં તે ઘબરાઈ ગઈ હતી. તે ખૂબ જ રડી પણ હતી. ત્યારે પરિવારના લોકોએ તેને સાંત્વના આપીને ચૂપ કરાવી દીધી હતી. આ પછી રિઝલ્ટ જોયું તો ખુશી થઈ પણ, તે પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન ક્યારેય ઘબરાઈ નહોતી. તેમનું માનવું હતું કે, પરીક્ષામાં મળનારા ત્રણ કલાક આપણાં છે. તે સમયે આપણાં કરતાં બેસ્ટ કોઈ નથી. ઘબરાહટ થાય છે તો પરીક્ષા પછી બહાર આવીને રડી લો, ગુસ્સો કરો, કંઈ પણ કરો, પણ પરીક્ષા હોલમાં માત્ર પોતાનું બેસ્ટ આપવું જોઈએ.

નિશા ચાહરે પોતાના UPSC પરીક્ષાની સફર પર ચર્ચા કરતાં જણાવ્યું કે, જ્યારે તેમની મેઇન્સની પરીક્ષા હતી ત્યારે તે દિલ્હીમાં હતી. દિલ્હીમાં તે સમયે હોટેલમાં તેમના પરિવારના સભ્યો હતાં. તેમાંથી નાનાજી પણ હતાં. જાન્યુઆરીમાં શિયાળાની ઋતુમાં તેમને નાહીને પરીક્ષા આપવા જવાનું હતું. પણ હોટેલનું ગિઝર ખરાબ હતું. તે સામાન્ય દિવસોમાં ઠંડા પાણીએ નહાતી નહોતી. તે હોટેલવાળઆને ફોન કરી રહી હતી. એટલામાં તેમના નાનાએ ચાય માટે પાણી ગરમ કરતી કિટલીથી જ પાણી ગરમ કરી દીધું અને નિશાને નહાવા માટે પાણી દીધું. નાનાનો પ્રેમ જોઈને નિશા રડી પડી હતી. નાનાને કહ્યું કે, જો હું IAS ના બની તો હું કોઈ કામની નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *