દુનિયાનો એક માત્ર એવો રાજા, જેના સૈનિકોને આપવામાં આવતી હતી નાચવા ગાવાની ટ્રેનિંગ

0
144

સમગ્ર વિશ્વભરમાં વિચિત્ર રાજાઓની વાર્તાઓ પ્રખ્યાત થઈ છે. કેટલાક રાજાઓ તેમની ક્રૂરતા માટે જાણીતા છે તો કેટલાક તેમની દયાભાવના માટે જાણીતા છે. પરંતુ દુનિયામાં એક એવો સમ્રાટ હતો, જે તેની વિચિત્ર આદત માટે જાણીતો હતો. આ સમ્રાટ તેની સૈન્યમાં લાંબા સૈનિકો રાખવા અને મોટો પગાર ચૂકવવાનો ખૂબ શોખીન હતો. જો કે, સૈનિકોને પણ પગાર મેળવવા માટે ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી

આ વાર્તા એ સમયની છે જ્યારે પ્રશા એક રાજ્ય હતું. જો કે, વર્ષ 1932 માં તે જર્મનીમાં ભળી ગયું. તેનો એક રાજા ફ્રેડરિક વિલિયમ પહેલો હતો, જેણે 1713 થી 1740 સુધી શાસન કર્યું હતું. જોકે ફ્રેડરિક વિલિયમ શાંત અને કરુણા પ્રકૃતિનો રાજા હતો, પણ તે તેની સેનામાં ઊંચા સૈનિકોને રાખવાનો શોખીન હતો. એવું કહેવામાં આવે છે કે તે રાજા બનતા પહેલા પ્રશાના સૈન્યમાં લગભગ 38 હજાર સૈનિકો હતા, ત્યારબાદ તેની સંખ્યા વધીને લગભગ 83 હજાર થઈ ગઈ હતી.

રાજા ફ્રેડરિક લાંબા સૈનિકોના શોખીન હતા. તેમના રાજ્યમાં ઊંચા સૈનિકોની એક અલગ રેજિમેન્ટ હતી, જેને ‘પોટ્સડેમ જાયન્ટ્સ’ કહેવામાં આવે છે. આ રેજિમેન્ટના બધા સૈનિકો છ ફૂટથી વધુ ઊંચા હતા. કિંગ ફ્રેડરિકની સેનામાં ઊંચા સૈનિકનું નામ જેમ્સ કિર્કલેન્ડ હતું. જોકે જેમ્સ કિર્કલેન્ડની લંબાઈ સાત ફુટ એક ઇંચ હતી.

સૌથી મજાની વાત તો એ છે કે આ ઊંચા સૈનિકો કોઈ યુદ્ધ માટે પસંદ કરવામાં નહોતા આવ્યા પંરતુ તેઓ ફક્ત દુશ્મન દેશને બતાવવા માટે હતા. કેટલીકવાર રાજા આ સૈનિકોનું મનોરંજન કરાવતા હતા. જ્યારે રાજા હતાશા થઈ જાય ત્યારે આ સૈનિકોને મહેલમાં બોલાવી અને તેમને નૃત્ય કરવા કહેતો હતો. એટલું જ નહીં, કેટલીકવાર આ સૈનિકો મહેલમાં કૂચ પણ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here