તમે સમાન્ય રીતે ખાડા વાળા રસ્તાઓ પર તો ચાલ્યા જ હશો, જે જોખમી માનવામાં આવતા નથી પંરતુ દુનિયામાં કેટલાક રસ્તાઓ એવા પણ છે, જે આપણને ડર આપાવા માટે પૂરતા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દુનિયાના એવા ભયાનક રસ્તાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને જ અમુક લોકો કંપી ઉઠે છે…
સ્પેનના દક્ષિણ વિસ્તારમાં 110 વર્ષ જૂનો ‘અલ કેમિનીટો ડેલ રે’ રસ્તો દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ પૈકી એક માનવામાં આવે છે. તેને ‘કિંગ્સ પથ-વે’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને વર્ષ 1905 માં બનાવવામાં આવ્યો હતો. આ ખતરનાક માર્ગ જળ વિદ્યુત પ્લાન્ટમાં કામ કરતા મજૂરો માટે બનાવવામાં આવ્યો હતો. જો કે, આ રસ્તો વર્ષ 2000થી બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે બે લોકોનું આ રસ્તા પર મોત થયું હતું.
પશ્ચિમ ચીનના ગુલુકાન ગામના બાળકો આ ભયજનક રસ્તા પરથી શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે. 5000 ફૂટ લાંબો આ રસ્તો એક ખડક પર બનાવવામાં આવ્યો છે, જેને ‘ક્લિફ પથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચાઇનાનો હુશાન ક્લિફસાઇડ પથ હુશાન પીળી નદીના બેસિન પાસે ઓર્ડોસ લૂપ વિભાગના દક્ષિણ-પશ્ચિમમાં શાંક્સી પ્રાંતના ક્વિલિંગ પર્વતોના પૂર્વ છેડે સ્થિત છે. અહીં હુશાનની ઉત્તરી ટોચથી 1614 મીટરની ઊંચાઈ પર બે વોકવે બનાવવામાં આવ્યા છે. તે ‘હુઆ શાન યુ’ તરીકે વધુ ફેમસ છે. અહીં ઘણા ટુરિસ્ટ આવે છે.
ફ્રાન્સના સેન્ટ પીયરે ડી ઇન્ટ્રેમોન્ટમાં સ્થિત રોચ વેયરાંડ ની મુલાકાત લેવી એ દરેકની વાત નથી. અહીં ગમે તેવા લોકોની આત્મા કંપી ઉઠે છે.
ચીનના હુનાન પ્રાંતના યુએયાંગ ખાતે ચીનની સ્પાઇડર મેનની અમેઝિંગ આર્મીએ પોતાના જીવનને દાવ પર લગાવી 300 મીટરની ઊંચાઈએ રસ્તો બનાવ્યો છે. આ જોખમી રસ્તો જોઇને દરેક લોકો કંપી ઉઠે છે.
લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ
તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
Image Source: Google