તમે જાણો છો કે શા માટે ચડાવામાં આવે છે શનિદેવને તેલ ?

તમે જાણો છો કે શા માટે ચડાવામાં આવે છે શનિદેવને તેલ ?

ગ્રહોમાં શનિદેવની ગણતરી કર્મોનું ફળ આપનારા ગ્રહ તરીકે થાય છે. શનિદેવ એકમાત્ર એવા દેવ છે જેમની પૂજા લોકો એક પ્રકારના ડરના કારણે કરે છે. શનિદેવની પૂજામાં લોકો તેમને કાળી વસ્તુઓ ઉપરાંત તેલ ચડાવતાં હોય છે. શનિદેવ સમક્ષ તેલનો દિવો પણ કરવામાં આવે છે. શનિ પૂજામાં તેલનું મહત્વ શા માટે છે તેની સાથે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

પહેલી કથા: શનિદેનને તેલ ચડાવાની પરંપરાની શરૂઆત માટે આ કથા પ્રચલિત છે. રાવણ પોતાના અહંકારમાં ચૂર હતો અને તેણે બધા જ ગ્રહોને બંદી બનાવી લીધા હતા. શનિદેવને પણ તેણે બંદી બનાવી ઊંધા લટકાવી દીધા હતા. તે જ સમયે હનુમાનજી ભગવાન રામના દૂત બની લંકા આવ્યા હતા. પરંતુ રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી, ત્યારબાદ જ્યારે હનુમાનજીએ લંકામાં આગ લગાવી દીધી જેના કારણે બધા જ ગ્રહ આઝાદ થઈ ગયા. તેમાંથી શનિદેવને ઊંધા લટકવાના કારણે શરીરમાં દુખાવો થવા લાગ્યો.

આ સમયે હનુમાનજીએ તેમને શરીર પર તેલ લગાવી અને માલિશ કરી અને તેઓ પીડામાંથી મુક્ત થયા. તે સમયે શનિદેવએ કહ્યું હતુ કે જે પણ ભક્ત શ્રદ્ધાથી તેમના પર તેલ ચડાવશે તેમને પણ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. આ પ્રસંગ પછીથી શનિદેવ પર તેલ ચડાવાની પરંપરા શરૂ થઈ, જે આજ સુધી ચાલતી આવે છે.

બીજી કથા: શનિદેવને પોતાની શક્તિ અને પરાક્રમ પર અભિમાન આવી ગયું હતુ. પરંતુ તે કાળમાં હનુમાનજીના પરાક્રમ અને કીર્તિ ચોતરફ ગુણગાન ગવાતા. આ વાત જાણી શનિદેવ હનુમાનજી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. તેઓ જ્યારે યુદ્ધ માટે પહોંચ્યા ત્યારે હનુમાનજી રામ ભગવાનની ભક્તિમાં લીન હતા તેમ છતાં શનિદેવની યુદ્ધની લલકાર સાંભળી શનિદેવને તેમણે સમજાવ્યા.

જ્યારે શનિદેવ તેમની વાત ન સમજ્યાં ત્યારે બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. આ યુદ્ધમાં શનિદેવ ઘાયલ થયા અને તેમને શરીરમાં ભયંકર પીડા થવા લાગી. આ પીડામાંથી મુક્તિ માટે હનુમાનજીએ તેમને તેલ આપ્યું અને ત્યારપછી શનિદેવને તેલ ચડાવાની પરંપરા શરૂ થઈ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *