શું તમે જાણો છો દર વર્ષે શા માટે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે ભગવાન ગણેશ?

શું તમે જાણો છો દર વર્ષે શા માટે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે ભગવાન ગણેશ?

સનાતન ધર્મ અનુસાર પ્રતિ વર્ષ ગણેશ ચતુર્થીએ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા ચાલતી આવે છે એટલે જ અથવા તો દેખાદેખીમાં આપણે ઘરોમાં ભગવાન ગણેશજીને સ્થાપિત કરી દઇએ છીએ.ખરા અર્થમાં શું જાણીએ છીએ કે શા માટે આપણે હર વર્ષ અને ક્યા ઉદ્દેશ્ય સાથે ભગવાનને સ્થાપિત કરીએ છીએ. આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર મહર્ષિ વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે. મહાભારતને લખવા માટે વેદવ્યાસજીએ ગણેશજીની આરાધના કરી અને મહાભારત લખવાની પ્રાર્થના કરી હતી.

મહર્ષિ વેદવ્યાસજીની પ્રાર્થના પછી ભગવાન ગણેશજીએ શરૂ કર્યુ લેખનકાર્ય
ગણેશજીએ મહાભારત લખવાનો પ્રારંભ કરી દીધો આ સમય દરમિયાન સખત મહેનત અને પુષ્કળ પરિશ્રમના કારણે ભગવાન ગણેશજીને થાક લાગવાનો શરૂ થયો જો કે તેમને પાણી પીવાનું પણ વર્જીત હતુ.

ગણેશજીના શરીરના તાપમાનને જાળવવા વેદવ્યાસજીએ તેમના શરીર પર માટીનો લેપ લગાવ્યો ભાદરવા માસથી શુક્લપક્ષની ચતુર્થી તિથિએ ગણેશજીની પૂજા કરવામાં આવી. માટીનો લેપ સુકાઇ જવાથી ગણેશજીનું શરીર અકડ્ડ થઇ ગયુ. આથી ગણેશજીનું એક નામ પાર્થિવ ગણેશ પડ્યુ. મહાભારતના લેખન કાર્યમાં 10 દિવસનો સમય લાગ્યો અને અનંત ચતુર્દશીએ લેખન કાર્ય સંપન્ન થઇ ગયુ.

ગણપતિજીના શરીરના તાપમાનને જોઇને વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં પધરાવ્યા. ત્યારથી દરેક શુભ કાર્ય પહેલા ગણેશજીને બેસાડી તેમના સ્થાપનની પ્રથા છે. દસ દિવસ બાદ ભગવાન ગણેશજીને તમામ પ્રકારના ભોજન અર્પિત કરવામાં આવે છે. દસ દિવસ બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશજી તેમના ભક્તોને સમજાવે છે કે જેમનું સ્થાપન થાય છે તેમનું વિસર્જન પણ કરવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *