શનિવારની સાંજે કોઇને કહ્યા વગર કરો આ ઉપાય…

શનિવારની સાંજે કોઇને કહ્યા વગર કરો આ ઉપાય…

શનિદેવને ન્યાય પ્રિય દેવતા માનવામાં આવે છે. વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનું ફળ શનિદેવ જ આપે છે. જ્યાં સારા કર્મવાળા વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે ત્યાં ખરાબ કર્મ કરનાર વ્યક્તિને શનિદેવના પ્રકોપનો શિકાર થવું પડે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિથી શનિદેવ નારાજ થાય છે, તેનું સર્વનાશ થવાનું નક્કી હોય છે.

આ ઉપાયોથી રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત:
તાંત્રિક ગ્રંથોમાં શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય દર્શાવવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમામ કષ્ટ સમાપ્ત થાય છે અને નસીબ રાતોરાત જાગી ઉઠે છે. જાણો, શનિવારના દિવસે કયા ઉપાય કરવા જોઇએ.

કાળા કપડામાં ચોખા બાંધીને નદીમાં વ્હાવી દો:
શનિવારની સાંજે કાળા કપડામાં એક મુઠ્ઠી ચોખા બાંધી લો અને ત્યારબાદ ચોખાની પોટલીને શનિદેવના ચરણોમં રાખી દો. શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ ચોખાની પોટલીને કોઇ વહેતી નદીમાં વ્હાવી દો. આ ઉપાય કરવાથી તમારા તમામ દુખ દૂર થઇ જશે. પરંતુ યાદ રાખો આ ઉપાય વિશે કોઇની સાથે કોઇ વાતચીત ન કરશો.

સૂર્યાસ્તના સમયે પીપળા પાસે દીવો પ્રગટાવો:
શનિવારના દિવસે શનિદેવ પર સરસવનું તેલ ચઢાવવામાં આવે છે, પરંતુ સરસવના તેલનો એક ઉપાય કરવાથી શનિદોષ સહિત તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે. શનિવારે સૂર્યાસ્તના સમયે મંદિરની પાસેના પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ દરમિયાન તમારે કોઇની સાથે કોઇ વાત નથી કરવાની અને ચુપચાપ ઘરે આવી જવાનું છે. આ ઉપાયથી તમારા તમામ કષ્ટ દૂર થશે અને ધન-ધાન્ય ભરશે. આ ઉપાયથી શનિ અને રાહુનો પ્રકોપ પણ ઓછો થઇ જાય છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરો:
શનિદેવ હનુમાનજીને પોતાના ગુરુ માને છે. એટલા માટે શનિવારની સાંજે હનુમાનજીની સામે દેસી ઘીનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપરાંત હનુમાનજીને પ્રસાદ પણ ચઢાઓ. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેની કૃપાથી તમામ કષ્ટ દૂર થઇ જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *