દીકરીનું પાલન પોષણ કરવા રાજમાં-ચાવલ વેચે છે સરિતા, ગરીબ લોકોને ફ્રીમાં આપે છે ભોજન

0
210

એવું કહેવામાં આવે છે કે માતા બાળકોને ઉછેરવામાં દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે. માતા પોતાના બાળકોની ખુશી માટે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ શકે છે. બાળકોની ખુશી માટે માતાની સામે દરેક મુશ્કેલી નાની હોય છે. આવી સ્થિતિમાં આજે, અમે તમને એક એવી માતા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જે પુત્રીને ઉછેરવા માટે રસ્તામાં ખોરાક વેચે છે. એટલું જ નહીં આ ખોરાક વેચવાની સાથે પૈસા ન હોય તેવા લોકોને મફત ભોજન પણ આપે છે. તે પોતાની સ્કૂટીની ઉપર વાસણો સ્ટોવ મૂકીને લોકોને સેવા આપે છે.

આપને જણાવી દઈએ કે પશ્ચિમ વિહાર દિલ્હીમાં રહેતી સરિતા કશ્યપ છેલ્લા 20 વર્ષથી તેની સ્કૂટી પર રાજમા ચાવલનો સ્ટોલ મૂકે છે. મળતી માહિતી મુજબ સરિતા કશ્યપ અગાઉ એક ઓટોમોબાઈલ કંપનીમાં નોકરી કરતી હતી, પરંતુ સરિતા કશ્યપે થોડા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, ત્યારબાદ તેણે રાજમા-ચાવલનો સ્ટોલ ઉભો કર્યો હતો. તેને એક પુત્રી છે, જે કોલેજમાં ભણે છે. સરિતા ઘરે એકલી કમાણી કરે છે. પુત્રીના ઉછેર માટે તેણે રાજમા ચાવલ નો સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. જો તમારી પાસે પૈસા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરિતા જી તમને ક્યારેય ભૂખ્યા રહેવા દેશે નહીં. જેમની પાસે પૈસા નથી, તેમને આ ખોરાક મફતમાં આપે છે. માત્ર આ જ નહીં, જ્યારે તેમની પાસે ફ્રી સમય હોય છે, ત્યારે તે ગરીબ બાળકોને શીખવે પણ છે.

જાણો કેવી રીતે તેમનો વ્યવસાય શરૂ થયો

જ્યારે સરિતા કશ્યપે નોકરી છોડી દીધી ત્યારે તેને આર્થિક સંકટમાંથી પસાર થવું પડ્યું. પૈસાની અછતને કારણે સરિતાજી એક દિવસ રાજમા-ચાવલ રાંધીને તેને સ્કૂટી પર વેચવાનો વિચાર આવ્યો. આપને જણાવી દઈએ કે સરિતા જીએ પીરાગડીમાં મેટ્રો સ્ટેશન નજીક ઝાડ નીચે સ્કૂટી પર રાજમા ચાવલ વેચવાનું શરૂ કર્યું હતું. આના માધ્યમથી તેમના ઘરનો ખર્ચ ચાલે છે અને તેમની પુત્રી પણ યોગ્ય રીતે અભ્યાસ કરે છે. તે આ ધંધાથી ખૂબ પૈસા કમાય છે.

સરિતા જી લોકોને ₹ 40 થી ₹ 60 માં ઘણાં બધાં રાજમા ચાવલ ખવડાવે છે, એટલું જ નહીં, કોઈની પાસે પૈસા ન હોય તો પણ, તે ભૂખ્યા રહેવા દેતી નથી. તે માત્ર મેટ્રો સ્ટેશન અને પેટ્રોલ પમ્પ નજીક ચાલતા ગરીબ બાળકોને જ મફત ભોજન આપતી નથી પરંતુ તે બાળકોની શાળા માટે પુસ્તકો, ડ્રેસ, પગરખાં પણ આપે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here