વાસ્તુદોષ દૂર કરવા નથી કરવી તોડફોડ? તો આ ઉપાય છે બેસ્ટ

વાસ્તુદોષ દૂર કરવા નથી કરવી તોડફોડ? તો આ ઉપાય છે બેસ્ટ

ઘર બનતું હોય ત્યારે અજાણતા એવી ભુલ થઈ જાય છે, જેનાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. જો કે ક્યારેક ઘરમાં સજાવટ માટે એવા સામાનનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ઘરના વાસ્તુના નિયમને અનુકૂળ ન હોય. તેના કારણે પણ વાસ્તુદોષ ઉતપન્ન થાય છે. આવી રીતે જે વાસ્તુદોષ સર્જાયા હોય તેના માટેના અનેકવિધ ઉપાયો વિશે તમે જાણ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુદોષને દુર કરવા માટેના કેટલાક મંત્રો પણ છે. આ આઠ મંત્રોનો જાપ કરીને તમે વાસ્તુદોષને દૂર કરી શકો છો.

ઉત્તર દિશા: ઉત્તર દિશાના દેવતા ધનના દેવતા કુબેર છે. આ દિશામાં દોષ હોય તો ઘરની મહિલાઓને સમસ્યા થઈ શકે છે. સાથે જ આર્થિક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ દિશાને દોષમુક્ત કરવા માટે ‘ૐ બુધાય નમ:’ અથવા ‘ૐ કુબેરાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આર્થિક સમસ્યાઓમાં કુબેર મંત્ર લાભકારક નીવડે છે.

વાયવ્ય ખૂણા: આ દિશામાં સર્જાયેલા વાસ્તુદોષમાં વ્યક્તિનું મન ચંચળ રહે છે. ઘરમાં રહેનાર લોકોને શરદી-કફ તેમજ છાતીના રોગની પીડા રહે છે. આ પ્રકારના દોષ દૂર કરવા માટે ચંદ્રના મંત્રનો જાપ કરવો જોઈએ. કારણ કે આ દિશાનો સ્વામી ગ્રહ ચંદ્ર અને વાયુ દેવ છે. તેના માટે ‘ૐ ચંદ્રમસે નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. જો કે તમે ‘ૐ વાયવૈ નમ:’ મંત્રનો પણ જાપ કરી શકો છો. આ મંત્ર જાપથી શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળી જશે.

દક્ષિણ દિશા: દક્ષિણ દિશાનો સ્વામી ગ્રહ મંગળ અને દેવતા યમ છે. દક્ષિણ દિશાથી વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા નિયમિત ‘ૐ અં અંગારકાય નમ:’ અને ‘ૐ યમાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કરવાથી જાણતા-અજાણા થયેલા પાપનો પણ નાશ થઈ જાય છે.

અગ્નિ ખૂણા: અગ્નિ ખૂણાનો સ્વામી ગ્રહ શુક્ર છે અને દેવતા અગ્નિ છે. આ દિશામાં વાસ્તુદોષ હોય તો ‘ૐ શં શુક્રાય નમ:’ અથવા ‘ૐ અગ્નેય નમ:’નો જાપ કરવો જોઈએ. આ દિશાને દોષમુક્ત રાખવા માટે ત્યાં પાણીની ટાંકી, શૌચાલય, અભ્યાસનો રૂમ ન રાખવો જોઈએ.

પૂર્વ દિશા: પૂર્વ દિશાના સ્વામી સૂર્યદેવ છે. આ દિશામાં વાસ્તુદોષ હોય તો ‘ૐ હ્રાં હ્રીં હ્રૌં સ: સૂર્યાય નમ:’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. જો કે તમે ‘ૐ ઈન્દ્રાય નમ:’ મંત્રનો જાપ પણ કરી શકો છો.

ઈશાન ખૂણા: આ દિશાનો સ્વામી ગુરુ છે અને આ દિશાના દેવતા ભોળાનાથ છે. આ દિશાના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે નિયમિત રીતે ‘ૐ બૃં બૃહસ્પતયે નમ:’ મંત્રનો જાપ કરવો. પરિવાર અને સંતાનના સુખ માટે નિયમિત રીતે ‘ૐ નમ: શિવાય’ મંત્રનો જાપ કરવાથી લાભ મળે છે.

પશ્ચિમ દિશા: પશ્ચિમ દિશાનો સ્વામી ગ્રહ શનિ અને દેવતા વરૂણ છે. આ દિશામાં રસોડું ક્યારેય ન બનાવવું. આ દિશામાં વાસ્તુદોષ હોય તો ‘ૐ શં શનૈશ્ચરાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ.

નૈઋત્ય ખૂણા: નૈઋત્ય ખૂણાનો સ્વામી ગ્રહ રાહુ છે અને દેવતા નૈઋત છે. આ ખૂણાના દોષને દૂર કરવા માટે ‘ૐ રાહવે નમ:’ અથવા ‘ૐ નૈઋતાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર જાપથી ઘર-પરિવારના સભ્યોને બીમારીઓથી પણ બચાવી શકાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *