બોની કપૂરનું દેવું ચુકવવા માટે શ્રી દેવી એ વેચી દીધી હતી મિલકત, માતાની ઈચ્છા વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન

0
156

બોલિવૂડની ‘ચાંદની’ ઉર્ફ શ્રીદેવી આજે આપણી વચ્ચે નથી. 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઈની એક હોટલના બાથટબમાં ડૂબવાના કારણે તેનું અવસાન થયું હતું. તેમના મૃત્યુથી સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો. શ્રીદેવી અને બોની કપૂર બોલિવૂડમાં ખૂબ જ લોકપ્રિય હતા. બોનીએ તેની પહેલી પત્ની મોના સૂરીને છોડીન4 શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવીના અવસાનને બે વર્ષ થયા છે. આ દરમિયાન, તેના અંકલ વેણુગોપાલ રેડ્ડીએ તેમના જીવનને લગતા ઘણાં ઘટસ્ફોટ કર્યા છે. હકીકતમાં, તાજેતરમાં, વેણુગોપાલ રેડ્ડીએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે શ્રીદેવી અને બોની કપૂર વચ્ચેના સંબંધ અને સંપત્તિને લગતા ઘણા રહસ્યો ખોલ્યા છે.

શ્રીદેવીએ પતિનું દેવું ચૂકવવા માટે મિલકત વેચી દીધી હતી

વેણુગોપાલ રેડ્ડીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે શ્રીદેવીએ આ દુ:ખને પોતાના હૃદયમાં છૂપાવીને વિદાય આપી હતી. બોની કપૂરને ફિલ્મોમાં ખોટ પડી હતી. તેઓ દેવામાં હતા. દેવું ચૂકવવા માટે શ્રીદેવીએ પોતાની સંપત્તિ વેચવી પડી હતી. તેમના કહેવા પ્રમાણે શ્રીદેવીને ઘણી વાર આ અંગે દિલગીર થવું પડતું હતું.

 

View this post on Instagram

 

❤️❤️❤️❤️

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

અંદરથી ઉદાસ, બહારથી ખુશ

અભિનેત્રીના કાકા કહે છે કે અભિનેત્રી બહારની દુનિયા સામે તેના ચહેરા પર સ્મિત બતાવતી હતી, પરંતુ તે અંદરથી ખૂબ જ ઉદાસી હતી. જ્યારે બોની કપૂરની આર્થિક સ્થિતિ કથળવાની શરૂઆત થઈ ત્યારે શ્રીદેવીએ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ ની ફરજિયાત શૂટિંગ કરીને બોલીવુડમાં કમબેક કર્યું. ખરેખર, બોની કપૂરે આવી ઘણી ફિલ્મોમાં નાણાંનું રોકાણ કર્યું હતું જે ક્યારેય રિલીઝ નહોતી થઈ. આને કારણે બોનીએ ઘણા પૈસા ગુમાવ્યા.

 

View this post on Instagram

 

Love of my life❤️

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

શ્રીદેવીની માતા બોનીને પસંદ નહોતી કરતી

શ્રીદેવીના કાકા વેણુગોપાલ રેડ્ડીએ બીજી એક ચોંકાવનારી વાત જાહેર કરી હતી. તેણે કહ્યું કે શ્રીદેવીની માતા બોની કપૂરને તે બિલકુલ પસંદ નહોતી કરતી. તે ઈચ્છતી નહોતી કે શ્રીદેવી બોની સાથે લગ્ન કરે. જોકે, શ્રીદેવીએ તો પણ બોની સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sridevi Kapoor (@sridevi.kapoor) on

કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શ્રીદેવી લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. આથી જ તેણે બોની કપૂર સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પછી જ તેમની મોટી પુત્રી જાહ્નવી કપૂરનો જન્મ થયો હતો. આ બંનેના લગ્નથી બધાને આશ્ચર્ય થયું. એવું કહેવામાં આવે છે કે બોની પરિણીત હોવા છતા શ્રીદેવીને પ્રેમ કરવા લાગ્યો હતો. જ્યારે તે પોતાની ફિલ્મોમાં શ્રીદેવીને લેતો હતો, ત્યારે તે નક્કી કરેલી ફી કરતાં એક લાખ વધારે આપતો હતો.

શ્રીદેવીના ગયા પછી આજે બોની કપૂર ફરી એકલા પડી ગયા છે. જો કે તેની સાથે તેની બે પુત્રી ખુશી કપૂર અને જ્હાનવી કપૂર પણ છે. શ્રીદેવીના અવસાન પછી બોની તેની પત્નીના પહેલા બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂરની પણ નજીક આવી ગયો છે. ખરેખર શ્રીદેવી સાથે લગ્ન કર્યા પછી અર્જુનને તેના પિતા અને તેના પરિવાર તરફથી કોઈ ખાસ મળ્યું નહોતું.

લેખન અને સંપાદન : ગુજરાતી જ્ઞાન ટિમ 

તમે આ લેખ ગુજરાતી જ્ઞાન ટિમ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન ટિમ  લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here