ભારતની સરખામણીએ આ દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનું, કિંમત જાણીને નહીં કરી શકો વિશ્વાસ

0
524

સોનું એ ભારતમાં તમામ લગ્ન દરમિયાન ચોક્કસપણે પહેરવામાં આવે છે. ભારતમાં આ દિવસોમાં સોનાના ભાવ ખૂબ વધી ગયા છે અને થોડા કેટલાક મહિના પહેલા સોનાના ભાવ 55 હજારને પાર કરી ગયા હતા. જોકે હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 51 હજાર જેટલો થઇ ગયો છે. સામાન્ય રીતે એક વર્ષ પહેલા સોનાના ભાવ 30 હજારની આસપાસ હતા.

આવી સ્થિતિમાં આજે આ લેખમાં અમે તમને એવા પાંચ દેશોના નામ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યાં સોનાના ભાવ ખૂબ ઓછા છે. ભારત કરતા આ દેશોમાં સોનાની કિંમત ઘણી સસ્તી છે. તો ચાલો જાણીએ આ દેશો વિશે –

1. દુબઈ : દુબઈમાં ભારતની સરખામણીએ સોનું વધુ વેચાય છે. તમને અહીંના દરેક બજારમાં આસાનીથી સોનાની એકથી ચઢિયાતી દુકાન જોવા મળશે. અહીં સોનાના દાગીનાની માંગ ખૂબ વધારે છે તથા ભારતની સરખામણીમાં સોનાની કિંમત સાવ ઓછી છે. દુબઇમાં, દેરા નામનું એક સ્થળ છે, જેને સોનાના શોપિંગ એરિયામાં સોનાની ખરીદીનું કેન્દ્ર માનવામાં આવે છે. આ ઉપરાંત ઝોયલુકા, ગોલ્ડ અને ડાયમંડ પાર્ક અને મલબાર ગોલ્ડ જેવા અનેક બજારોમાં પણ સોનું ઓછા ભાવે વેચાય છે. જણાવી dsienke દુબઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 46,000 રૂપિયા છે.

2. બેંગકોક : બેંગકોકમાં પણ સોનાની કિંમત ભારતની સરખામણીએ ઘણી ઓછી છે. લોકો અહીંથી સોનાની ખરીદી પણ કરે છે. સોનાની ખરીદી કરવા માટે ચાઇના ટાઉન જોડેનો યાવોરટ રોડ સૌથી પસંદ કરવામાં આવેલું એક સ્થળ છે. અહીં તમને બધી મોટી સોનાની દુકાનો જોવા મળી જાય છે. જ્યાંથી તમે સોનાના બાર ખરીદી શકો છો. જણાવી દઈએ કે બેંગકોકમાં 10 ગ્રામ સોનાની કિંમત 44,000 રૂપિયા છે.

3. હોંગ કોંગ : હોંગકોંગમાં પણ સોનાના ભાવ ખાસ્સો નીચો છે. તમને કહી દઇએ કે હોંગકોંગ વિશ્વના સૌથી વધુ સક્રિય સોનાના વેપાર બજારમાંનું એક છે તથા અહીં ઘણું સોનું વેચવામાં આવે છે. વળી, સોનું પણ અહીં ભારત કરતા વધુ સસ્તું મળે છે. આ ઉપરાંત અહીંની ગોલ્ડ ડિઝાઇન પણ આકર્ષણનું કેન્દ્ર છે, જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. હોંગકોંગમાં 10 ગ્રામ સોનાની કિંમત 45,000 રૂપિયા છે.

4. સ્વિટ્ઝરલેન્ડ : સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિક શહેર સોનાની ખરીદી માટે પ્રખ્યાત છે. આ દેશમાં પણ સોનાના ભાવ ભારતની સરખામણીએ ઘણો ઓછો છે. તેથી જો તમે ક્યારેય સ્વિટ્ઝરલેન્ડ જાવ છો, તો પછી ત્યાંથી ચોક્કસપણે સોનું ખરીદો. સ્વિટ્ઝરલેન્ડમાં 10 ગ્રામ સોનાની કિંમત 44,000 રૂપિયા છે.

ભારતના આ રાજ્યમાં સૌથી સસ્તું સોનું મળી આવે છે : ભારત દેશના દરેક રાજ્યમાં સોનાના ભાવ જુદા જુદા હોય છે. જો કે, આ ભાવોમાં વધારે તફાવત પણ જોવા મળતો નથી. પણ કેરળ રાજ્યમાં ઘણું સસ્તુ સોનું જોવા મળે છે. કેરળ રાજ્યના કોચિ સિટીમાં માલાબાર ગોલ્ડ, ભીમા જ્વેલ્સ, જોયલુકાસ જેવા અનેક સ્થળોની મુલાકાત લઈને તમે સાવ નીચા ભાવે સોનું ખરીદી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here