બચ્ચન પરિવારની વહુ બનતા પહેલા કરિશ્મા કપૂરે રાખી હતી આવી શરત, ગુસ્સામાં આવીને અભિષેકને તોડી નાખી હતી સગાઇ…

0
389

આપણે બધા જાણીએ છીએ કે કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રી તરીકે સ્થાન ધરાવતી હતી. તેની પ્રથમ બોલીવુડ ફિલ્મ પ્રેમ કેદી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોઈને વિચાર નહોતો કે કરિશ્મા એક દિવસ ઇન્ડસ્ટ્રી પર રાજ કરશે. કરિશ્મા 90 ના દાયકામાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી અભિનેત્રી હતી. દરેક વ્યક્તિ તેમની સાથે કામ કરવા માંગતા હતા. આ દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો આપી હતી. જોકે ગોવિંદા સાથે તેની જોડી તે સમયે સૌથી હિટ જોડી રહી હતી.

ગોવિંદા અને કરિશ્માની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ સિનેમાઘરો હાઉસફુલ થઈ જતાં હતા. કરિશ્માએ તેના જોરદાર અભિનયના જોરે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે પંરતુ લગ્ન બાદ તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. જો કે, તે કેટલીકવાર કેટલીક ફિલ્મો અથવા ટીવી શોમાં પણ દેખાવા મળી હતી. તમને જણાવી દઈએ કે, કરિશ્માએ વર્ષ 2003 માં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને 2012 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે સંજય કપૂર પહેલા કરિશ્માના લગ્ન બચ્ચન પરિવારમાં થવાના હતા. બચ્ચન પરિવાર આ લગ્નથી ખૂબ જ ખુશ હતો અને ઘરે નવી પુત્રવધૂના આગમનની ઉજવણી કરી રહ્યો હતો પરંતુ તે પછી કરિશ્મા કપૂરે અચાનક જ એક શરત મૂકી કે જેનાથી બધુ બરબાદ થઈ ગયું. આ શરત ને લીધે અભિષેકે કરિશ્મા સાથે સગાઈ તોડવાનું મન બનાવી લીધું હતું.

કરિશ્માએ લગ્ન પહેલાં આ શરત રાખી હતી : ‘હા મેંને ભી પ્યાર કિયા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન વધુ નજીક આવ્યા હતા. વર્ષ 2002 માં અભિષેક અને કરિશ્માના પરિવારે બંને સાથે સગાઈ કરી હતી, બંને પક્ષ આ સગાઈથી ખૂબ ખુશ હતાં પરંતુ આ દરમિયાન કરિશ્માએ એક શરત રાખી કે જે અભિષેકને પસંદ નહોતી. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેવા માંગતી નહોતી. તે ઈચ્છતી હતી કે તે અભિષેક સાથે એક અલગ મકાનમાં શિફ્ટ થઈ જાય અને આ માટે તે અભિષેક ઉપર પણ દબાણ કરી રહી હતી. પરંતુ અભિષેકને તેના પરિવારથી દૂર રહેવાની મંજૂરી નહોતી. તેણે કરિશ્માને ઘણું સમજાવ્યું અને જ્યારે તે સમજવા તૈયાર ના થઇ ત્યારે અભિષેકે સંબંધોને સમાપ્ત કરવાનું વધુ સારું માન્યું. અભિષેક બચ્ચન તેના માતાપિતા સાથે ખૂબ પ્રેમ કરે છે, તેથી તેણે કરિશ્માની આ શરતને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ પછી કરિશ્માએ વર્ષ 2003 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા અને તે પણ આ લગ્નમાં ખુશ નહોતી. ખરેખર, લગ્નના થોડા વર્ષો પછી, બંને વચ્ચે મતભેદોના અહેવાલો આવવા લાગ્યા. કરિશ્માએ તેના પતિ સંજય કપૂરે તેના પર મારપીટ અને શોષણનો આરોપ લગાવ્યો હતો અને તેનું વર્તન તેમના પ્રત્યે સારું નહોતું. જે બાદ વર્ષ 2012 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here