આજે જ ઘરમાંથી હટાવી દો આ 4 વસ્તુઓ, નહીંતર ગરીબી નહીં છોડે તમારો સાથ…

0
1594

સામાન્ય રીતે આપણા બધાના ઘરે અનેક પ્રકારની ઘણી બધી વસ્તુઓ હોય છે, જેનો આપણે દૈનિક દિનચર્યામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જોકે આ સિવાય પણ આપણા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનો આપણે ઉપયોગ ના કરતા ઘરમાં પડી રહે છે. આવામાં તમને જણાવી દઈએ કે આવી વસ્તુઓ તમારા ઘરમાં ગરીબી નું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવી 4 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘરમાં હોય તો તરત જ હટાવી દેવી જોઈએ.

ખરાબ ઘડીયાળ : ઘરની ઘડિયાળ એ આપણી પારિવારિક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. જો તે ખરાબ થાય છે અને તેની મરામત થઇ શકે તેમ નથી તો ઘરની પ્રગતિ અટકી જાય છે અને દરેક કાર્ય શરૂ કરવામાં ઘણા અવરોધો આવે છે, આવામાં તનારે આ ઘડિયાળને જલ્દી બદલવી જોઈએ.

ખંડિત મૂર્તિઓ : વાસ્તુ મુજબ ઘરમાં તૂટેલી તસવીર અથવા મૂર્તિઓ રાખવી અપ શુકન માનવામાં આવે છે. ઘરમાં તૂટેલા ફોટાને રાખવાથી પરિવારના સભ્યો હંમેશાં બીમાર રહે છે, જોકે તમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં પણ આવી ખંડિત મૂર્તિઓ હોય તો તેને નદીમાં પધરાવી દેવી જોઈએ.

તૂટેલો કાચ : ઘરની અંદર કોઈ કાચ, બારી અથવા દરવાજો તોડવો જોઈએ નહીં. તૂટેલી બારી, દરવાજા અથવા કાચ અશુભ માનવામાં આવે છે. આ અસરોને લીધે, જ્યાં નકારાત્મક ઉર્જા ઘરની અંદર આવે છે. તેથી તૂટેલા કાચ, બારી અથવા દરવાજા વગેરે તરત જ બદલવા જોઈએ.

નકામી વસ્તુઓ : હવે મોટાભાગનાં ઘરોમાં કચરો અને નકામી વસ્તુઓ હોય છે. આ વસ્તુઓથી તમારા ઘરમાં નકારાત્મકતાની લાગણી વધી જાય છે. તેથી આવી વસ્તુઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here